<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

પીએમ મોદી એક સાથે 10 'વંદે ભારત'ને લીલી ઝંડી આપશે, બિહાર માટે ખાસ ભેટ, જાણો તમામ ટ્રેનોના રૂટ

પહેલીવાર વડાપ્રધાન મોદી આટલી મોટી સંખ્યામાં વંદે ભારત ટ્રેનને એકસાથે લીલી ઝંડી આપશે :નવી શરૂ થયેલી વંદે ભારત ટ્રેનને લઈને બિહારને ખાસ ભેટ મળશે

નવી દિલ્હી : વડાપ્રધાન  મોદી 15 સપ્ટેમ્બરે ઝારખંડના જમશેદપુરથી દેશના વિવિધ રાજ્યો માટે 10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. પ્રથમ વખત પીએમ મોદી એક સાથે 10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ 10 વંદે ભારત ટ્રેનો દેશભરના અલગ-અલગ રેલવે સ્ટેશનો પરથી દોડાવવામાં આવશે.

   મોટાભાગની વંદે ભારત ટ્રેનો બિહારમાંથી પસાર થશે 15 સપ્ટેમ્બરથી ચાલનારી આ 10 વંદે ભારત ટ્રેનોમાંથી મોટાભાગની વંદે ભારત ટ્રેનો બિહારમાંથી પસાર થશે. તમામ 10 વંદે ભારત ટ્રેનોના રૂટની માહિતી પણ સામે આવી છે. આ તમામ ટ્રેનોનો રૂટ છે ટાટાનગર - પટના વારાણસી - દેવઘર ટાટાનગર-બ્રહ્મપુર રાંચી-ગોડ્ડા આગ્રા-બનારસ હાવડા-ગયા હાવડા-ભાગલપુર દુર્ગ-વીએસકેપી હુબલી-સિકંદરાબાદ પુણે-નાગપુર

  જાણો કયા રાજ્યોમાંથી પસાર થશે વંદે ભારત ટ્રેન?

   રેલવે બોર્ડના આદેશ અનુસાર દેશભરના રાજ્યોને આ વંદે ભારત ટ્રેનો મળી છે. તે ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ છે. પીએમ મોદી આ તમામ રાજ્યોને વંદે ભારત ટ્રેન ભેટ આપવાના છે. આ વંદે ભારત ટ્રેનો તાજેતરમાં શરૂ કરવામાં આવી હતી

કે હાલમાં જ 3 નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ત્રણેય ટ્રેનોને પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી હતી.

નાગરકોઈલ અને મદુરાઈ-બેંગલુરુ કેન્ટ વંદે ભારત ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલે છે. આનાથી દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં મુસાફરીના વિકલ્પો વધુ મજબૂત બન્યા છે

. આ સાથે મેરઠ શહેરથી લખનૌ માટે ત્રીજી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. ડૉ. MGR ચેન્નાઈ સેન્ટ્રલ - નાગરકોઈલ વંદે ભારત મદુરાઈ - બેંગલુરુ કેન્ટ વંદે ભારત વંદે ભારત ટ્રેન મેરઠ શહેરથી લખનૌ

(12:26 AM IST)