<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના કારણે વિશ્વામિત્રી નદીના વહેણમાં કોઈ અસર નથી થઈ: વડોદરા મનપાની ક્લિનચીટ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બાંધવામાં આવેલા પિલરો વિશ્વામિત્રી નદીનું વહેણ રોકતા હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ વડોદરા મનપા અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ વચ્ચે બેઠક મળી

વડોદરામાં વિશ્વામિત્રીના પૂરે સર્જેલી તારાજી બાદ પૂરની પરિસ્થિતિ માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગતની કામગીરી પણ જવાબદાર હોવાની બૂમો પડી હતી. આવી ફરિયાદો વચ્ચે વડોદરા મનપા અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી 

   બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બાંધવામાં આવેલા પિલરો વિશ્વામિત્રી નદીનું વહેણ રોકતા હોવાની ફરિયાદ ઉઠી હતી. બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષે બુલેટ પ્રોજેક્ટને ક્લિનચીટ આપતા કહ્યું કે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સુવ્યવસ્થિત છે અને તેના બાંધકામના કારણે  વિશ્વામિત્રી નદીના વહેણમાં કોઈ અસર નથી થઈ

(12:04 AM IST)