તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Tuesday, 10th September 2024
વૃદ્ધના પિત્તાશયમાંથી ૬૧૧૦ સ્ટોન નીકળ્યાઃ ગણતાં બે કલાક લાગ્યા

જયપુર,તા. ૧૦: સામાન્ય રીતે લોકોને કિડની કે પિત્તાશયમાંથી ૫-૧૦ પથરી નીકળતી હોય છે પરંતુ રાજસ્થાનના કોટા જિલ્લામાં બુંદીના ૭૦ વર્ષના વૃદ્ધના પિત્તાશયમાં ૬૧૧૦ સ્ટોન હતા. ઓપરેશન કરીને બહાર કાઢ્યા પછી એ ગણવામાં બે કલાકનો સમય લાગ્યો હતો. એ વૃદ્ધને પેટદર્દ, ગેસ અને પેટ ભારે થઈ ગયું હતું. ઊલટીઓ પણ થતી હતી. પિત્તાશય પણ એના કદ કરતાં બેગણું ફૂલી ગયું હતું. ઓપરેશન કરનારા ડો. દિનેશ જિંદલે કહ્યું કે પિત્તાશયમાંથી સ્ટોન કાઢ્યા ન હોત તો દરદીને કેન્સર જેવી જીવલેણ બીમારી પણ થઈ શકે તેમ હતું. વૃદ્ધની સોનોગ્રાફી કરાઈ ત્યારે પિત્તાશય આખું સ્ટોનથી ભરેલું હોવાની ખબર પડી હતી. ઓપરેશન પણ બહુ સાવચેતીથી કરવું પડ્યું હતું, કારણ કે પિત્તાશયમાં કાણું પડી જાત તો પથરી આખા પેટમાં ફેલાઈ જાત અને ઇન્ફેક્શનનું જોખમ રહ્યું હતું. એટલે પિત્તાશયને એન્ડોબેગમાં રાખીને સ્ટોન કાઢ્યા. ઓપરેશન ૪૦ મિનિટે પૂરું થયું હતું.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
