News of Tuesday, 10th September 2024
ભારતના રૂપિયાનું પ્રદર્શન: ભારતીય રૂપિયો નબળો પડ્યો, એશિયાનું બીજું સૌથી ખરાબ ચલણ બન્યું : રૂપિયામાં સતત ઘટાડો : ભારતીય ચલણ અત્યારે ડૉલર સામે સર્વકાલીન નીચા સ્તરે
પાછલા નાણાકીય વર્ષ દરમિયાન એશિયામાં માત્ર હોંગકોંગ ડોલર અને સિંગાપોર ડોલરે ભારતીય રૂપિયા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. નાણાકીય વર્ષ 2023-24માં રૂપિયો 1.5% ઘટ્યો હતો જો કે, તે પહેલા નાણાકીય વર્ષ 2022-23માં રૂપિયામાં 7.8%નો મોટો ઘટાડો થયો

નવી દિલ્હી તા.૧૦ : ભારતીય રૂપિયાની હાલત આ દિવસોમાં ખૂબ જ ખરાબ છે. તાજેતરમાં એશિયાના સૌથી નબળા ચલણની યાદીમાં રૂપિયાએ બઅ ભારતીય રૂપિયાની હાલત આ દિવસોમાં ખૂબ જ ખરાબ છે. ભારતીય ચલણમાં ભારે ઘટાડાથી ભારતીય ચલણનું નામ ખરાબ રેકોર્ડમાં નોંધાયું છે. પાછલા મહિના દરમિયાન એશિયાની સૌથી ખરાબ કરન્સીની યાદીમાં રૂપિયાનું નામ બીજા ક્રમે આવી ગયું છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર ઓગસ્ટ મહિનામાં એશિયાની મોટાભાગની કરન્સી ડોલર સામે મજબૂત થઈ છે. ભારતીય રૂપિયો અને બાંગ્લાદેશી ટાકા એ બે જ કરન્સી છે જેની કિંમત ડોલર સામે ઘટી છે. ઓગસ્ટમાં 1.58%ના ઘટાડા સાથે ટાકા એશિયાની સૌથી ખરાબ કરન્સી બની હતી. તે પછી રૂપિયો 0.17% ગગડીને બીજા સ્થાને રહ્યો.
રૂપિયામાં સતત ઘટાડો ચાલુ છે
ભારતીય ચલણ અત્યારે ડૉલર સામે સર્વકાલીન નીચા સ્તરે છે. ગત સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો 84ની નીચે ગયો હતો. ઓગસ્ટ મહિના બાદ સપ્ટેમ્બરમાં પણ રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ મહિને અત્યાર સુધીમાં ભારતીય ચલણ 0.13% નબળું પડ્યું છે. આ સમગ્ર નાણાકીય વર્ષમાં એટલે કે એપ્રિલથી અત્યાર સુધીમાં રૂપિયો 0.6% નબળો પડ્યો છે.
ગયા નાણાકીય વર્ષમાં રૂપિયાએ સારું પ્રદર્શન કર્યું હતું અને એશિયામાં ત્રીજું સૌથી વધુ સ્થિર અને મજબૂત ચલણ બનવામાં સફળ રહ્યો હતો. પાછલા નાણાકીય વર્ષ દરમિયાન, એશિયામાં માત્ર હોંગકોંગ ડોલર અને સિંગાપોર ડોલરે ભારતીય રૂપિયા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. નાણાકીય વર્ષ 2023-24માં રૂપિયો 1.5% ઘટ્યો હતો. જો કે, તે પહેલા નાણાકીય વર્ષ 2022-23માં રૂપિયામાં 7.8%નો મોટો ઘટાડો થયો હતો.
છેલ્લા મહિનાની વાત કરીએ તો, એશિયન કરન્સીમાં સૌથી સારી સ્થિતિ તાઇવાન ડૉલર હતી, જે આખા મહિનામાં ડૉલર સામે 2.72% વધુ મજબૂત હતી. સાઉથ કોરિયાની વોન ઓગસ્ટમાં 2.47%ના વધારા સાથે એશિયાની બીજી શ્રેષ્ઠ કરન્સી બની હતી. જાપાનનું યેન 2.61%ના વધારા સાથે ત્રીજા સ્થાને અને વિયેતનામનું ડોંગ 1.56%ના વધારા સાથે ચોથા સ્થાને રહ્યું.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
