<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

સીબીઆઇએ UAEમાં દાઉદ ઈબ્રાહિમની કમર તોડી, ખાસ ગુનેગારની ધરપકડ, દુબઈથી કરાચી સુધી અંડરવર્લ્ડ હચમચી ગયુ : વૈશ્વિક સ્તરે તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને ચેતવણી આપી'તી

ભારતમાં સોનાની દાણચોરી માટે વોન્ટેડ મુનિયાદ અલી ખાનની સુરક્ષા એજન્સીઓએ UAEથી ધરપકડ કરી ભારત લાવવામાં આવ્યો : દાણચોરી કેસમાં માસ્ટરમાઇન્ડ હતો. NIAએ તેમની સામે UAPA હેઠળ કેસ નોંધ્યો હતો

નવી દિલ્હી તા.૧૦ : હવાલા હોય કે સોનાની દાણચોરી. પછી તે હથિયારો હોય કે આતંકવાદીઓની દાણચોરી. દાઉદ ઈબ્રાહીમ ગેંગ દરેક ગેરકાયદેસર ધંધાનો ડોન છે. એ અલગ વાત છે કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ પહેલીવાર UAEમાં દાઉદ ઈબ્રાહિમની કમર તોડી છે. સોનાની દાણચોરીના માસ્ટરમાઇન્ડ મુનિયાદ અલી ખાનને UAEથી ભારત લાવવામાં આવ્યો છે. આ સમાચારે દુબઈથી કરાચી સુધી બધાને હચમચાવી દીધા છે. ભારતમાં સોનાની દાણચોરી માટે વોન્ટેડ મુનિયાદ અલી ખાનની સુરક્ષા એજન્સીઓએ UAEથી ધરપકડ કરી ભારત લાવવામાં આવ્યો છે.

 

મુનિયાદ અલી ખાનને એનઆઈએએ 2020માં જયપુર એરપોર્ટ પરથી પકડ્યો હતો. ખાન સોનાની દાણચોરી કેસમાં માસ્ટરમાઇન્ડ હતો. NIAએ તેમની સામે UAPA હેઠળ કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુખ્ય કાવતરાખોર મુનિયાદ અલી ખાન હતો. તેણે જ સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાંથી સોનાની લગડી ભારતમાં લાવવાની યોજના બનાવી હતી. જયપુર એરપોર્ટ પર દાણચોર પકડાયા બાદ NIAએ FIR નોંધીને શોધખોળ શરૂ કરી હતી.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ મંગળવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 3 જુલાઈ, 2020 ના રોજ જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરી કરેલા સોનાના બાર જપ્ત કર્યા હતા. આ મામલે 22 સપ્ટેમ્બરે FIR નોંધવામાં આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે મુનિયાદ અલી ખાને કેટલાક લોકો સાથે મળીને રિયાધ, સાઉદી અરેબિયાથી ભારતમાં સોનાની લગડીઓની દાણચોરી કરવાનું કાવતરું ઘડ્યું હતું અને તેને દાણચોરો સુધી પહોંચાડ્યું હતું. આ કેસમાં NIAએ 22 માર્ચ 2021ના રોજ તેની વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

એનઆઈએની વિનંતી પર, સીબીઆઈએ આ વર્ષે 13 સપ્ટેમ્બરે ઈન્ટરપોલ તરફથી રેડ કોર્નર નોટિસ જારી કરી હતી અને તેની શોધ કરવા માટે વૈશ્વિક સ્તરે તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને ચેતવણી આપી હતી. સીબીઆઈને આ કેસમાં મોટી સફળતા ત્યારે મળી જ્યારે એજન્સીને મુનિયાદ યુએઈમાં હોવાની માહિતી મળી. સીબીઆઈએ તાત્કાલિક અસરથી સ્થાનિક એજન્સીઓ અને ઈન્ટરપોલની મદદથી યુએઈમાં મુનિયાદની ધરપકડ કરી હતી. તેને જયપુર એરપોર્ટ પર NIAને સોંપવામાં આવ્યો હતો.

(3:11 PM IST)