News of Tuesday, 10th September 2024
કોટાના બે એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓએ બનાવી વાયરલેસ ડીવાઇસઃ ટૂંક સમયમાં જ શરૂ થશે કોમર્શીયલ ઉત્પાદન
એમ્બ્યુલન્સમાં હવે ગંભીર દર્દીઓને મળશે ઓનલાઇન સારવાર

કોટા,તા.૧૦: કોટાના બે એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓ નમન શર્મા અને અભય માલવે એવી ડીવાઇસ બનાવી છે. જેનાથી એમ્બ્યુલન્સમાં જ ગંભીર દર્દીઓને ઓનલાઇન સારવાર મળી શકશે. ‘લાઇફ સ્ટ્રીમ ટેલીમેટ્રી' ડીવાઇસ એમ્બ્યુલન્સ અને હોસ્પીટલ વચ્ચે રીયલ ટાઇમ ડેટા ટ્રાન્સફર કરે છે. જેનાથી એમ્બ્યુલન્સમાં ઉપસ્થિત નર્સીંગ સ્ટાફ ડોકટરની ઓનલાઇન સલાહ અનુસાર દર્દીનો જીવ બચાવી શકે છે.
આ ડીવાઇસ એમ્બ્યુલન્સ અને હોસ્પિટલ વચ્ચે સંપર્ક જાળવી રાખે છે. તેનાથી ઇજા અથવા બીમારીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દર્દીના હોસ્પીટલ પહોંચ્યા પહેલા જ જરૂરી તૈયારીઓ પણ થઇ શકશે. તેનાથી સમય તો બચશે જ સાથે જ રોગીનો જીવ પણ. આ ડીવાઇસના બધા પરીક્ષણો થઇ ચૂકયા છે. રજીસ્ટ્રેશન પછી હવે તે રાજસ્થાનની એમ્બ્યુલન્સોમાં વાપરી શકાશે. પ્રયોગ સફળ રહયો તો અન્ય રાજ્યોમાં તેના ઉપયોગનો માર્ગ ખુલશે.
નમને જણાવ્યુ કે ઘણા કેસોમાં એમ્બ્યુલન્સ અને ડોકટર વચ્ચે સંપર્ક નહીં થવાથી ગંભીર દર્દીઓના જીવ જતા રહે છે એટલે વિચાર આવ્યો કે જો ડોકટર અને એમ્બ્યુલન્સ વચ્ચે રીયલ ટાઇમ ડેટા ટ્રાન્સફર થાય તો એમ્બ્યુલન્સમાં જ સારવાર શરૂ કરીને દર્દીઓનો જીવન બચાવી શકાય. ત્યાર પછી આ ડીવાઇસ પર કામ શરૂ કર્યુંફ આ પ્રોડકટનું કોમર્શીયલ ઉત્પાદન બહુ જલ્દી શરૂ થઇ જશે. લાઇફ સ્ટ્રીમ ટેલીમેટ્રી ડીવાઇસ
લાઆ ડીવાઇસને એબ્યુલન્સમાં લગાડવામાં આવશે. ડીવાઇસ દર્દીના હૃદયની ગતિ, લોહીનું દબાણ, ઓકસીજન લેવલ જેવી માહિતી સીધી હોસ્પિટલને મોકલશે. ડીવાઇસ વીમા કંપનીને પણ તરત સૂચના આપશે. જેથી ઇન્સ્યોરન્સ પ્રક્રિયા પણ સરળ અને ઝડપી બનશે
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
