<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

વરસાદ લાવવા કરાયેલ ટુચકાએ લીધો ૪ બાળકીઓનો જીવ

મધ્‍ય પ્રદેશમાં અંધવિશ્વાસની ઘટના

દમોહઃ  મધ્‍યપ્રદેશના દમોહ જીલ્લાના ડૂમર ગામમાં વરસાદ લાવવા માટે કરાયેલ ટુચકાએ ગામની ચાર માસુમ બાળકીઓના જીવ લઇ લીધા હતા. રવિવારે ગામમાં વરસાદ માટે અનુષ્‍ઠાન કરાયુ જેમાં દેડકા-દેડકીના લગ્ન કરાવાયા હતા. ત્‍યાર પછી બાળકીઓ તળાવમાં સ્‍નાન કરવા ગઇ હતી. માટી ઘસવાથી ચાર બાળકીઓના પાણી ડૂબવાથી મોત થઇ ગયા હતા તેમા બે સગી બહેનો અને એક તેમની પિતરાઇ બહેન હતી ચોથી બાળકી તેમના પાડોશમાં રહેતી હતી. ચારેની અંતિમ ક્રિયા સોમવારે એક સાથે કરાઇ હતી.

આ વર્ષે આ વિસ્‍તારમાં હજુ સુધી પુરતો વરસાદ નથી થયો એટલે ગામવાસીઓએ અંધવિશ્વાસનો માર્ગ અપનાવીને  દેડકા-દેડકીના લગ્નનો ટુચકો કર્યો આ પ્રક્રિયાના અંતમાં ચારે બાળકીઓ સ્‍નાન કરવા તળાવ પહોંચી હતી પહેલા ત્રણ બાળકીઓ ડૂબવા લાગી હતી.તેમને બચાવવાના પ્રયાસમાં ચોથી બાળકીપણ પાણીમાં ડૂબી ગઇ હતી. લોકોએ ચારેયને બહારતો કાઢી પણ હોસ્‍પિટલે પહોંચતા પહેલા જ ચારેય મૃત્‍યુ પામી હતી. બાળકીઓના નામ માયા (૯) રાજેશ્વરી (૧૨) પિંસો (૧૨) અને રાગીણી હનુમત (૧૨) જાહેર થયા છે.

(3:51 PM IST)