News of Thursday, 12th September 2024
કાશ્મીરમાં આજે શાંતિઃ પણ તે સ્મશાન સમાનઃ મહેબૂબા મુફતી

શ્રીનગર,તા. ૧૨: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીᅠછે. દરમિયાન એક ઈન્ટરવ્યુમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના પ્રમુખ મહેબૂબા મુફતીએ આગામી ચૂંટણી, ‘ન્યૂ કાશ્મીર', નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. મહેબૂબા મુફતીએ કહ્યું કે કાશ્મીરમાં આજે શાંતિ છે, પરંતુ તે સ્મશાન સમાન છે.ᅠ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પીડીપી આ ચૂંટણીમાં કિંગમેકર બનશે.
મહેબૂબા મુફતીએ ભાજપ સાથે કોઈપણ પ્રકારના ગઠબંધનનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું, અમારી પાર્ટી ચૂંટણી લડી રહી છે અને અમે કિંગમેકર બનીશું. જો અમને તક મળશે તો અમે પીડીપીમાંથી મુખ્યમંત્રીને પસંદ કરીશું.ᅠ અમારી પાર્ટીમાં ખૂબ જ સક્ષમ અને ખૂબ જ વરિષ્ઠ નેતૃત્વ છે. અમારા સમર્થન વિના કોઈપણ પક્ષ સરકાર બનાવી શકે નહીં. (૨૨.૨૫)
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
