<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા સ્વિસ બેંકમાં 310 મિલિયન ડોલરની સંપતિને ફ્રિજ કરી !

અદાણી ગ્રુપના એક વ્યક્તિએ કે બ્રિટિસ વર્જિન આઇલેન્ડ્સ , મોરિશિયસ અને બરમૂડા ફંડ્સમાં રોકાણ કર્યુ: હિંડનબર્ગનો દાવો

નવી દિલ્હી : સ્વિસ અધિકારીઓએ અદાણીગ્રુપ સાથે જોડાયેલા મની લોન્ડ્રીંગ અને સિક્યોરિટિઝ છેતરપીંડીના એક મામલા અંતર્ગત સ્વિસ બેંકમાં ઉપલબ્ધ અદાણીની 310 મિલિયન ડોલરની સંપતિને ફ્રિજ કરી દીધી હોવાનો હિંડનબર્ગનો દાવો છે.

દાવો કરાયો છે કે અદાણી ગ્રુપના એક વ્યક્તિએ કે બ્રિટિસ વર્જિન આઇલેન્ડ્સ , મોરિશિયસ અને બરમૂડા ફંડ્સમાં રોકાણ કર્યુ હતું. આ મામલામાં હજુ સુધી સચોટ પુષ્ટિ કરતા સમાચાર સામે આવ્યા નથી.

આ માહિતી અમેરિકન શોર્ટ-સેલર હિંડનબર્ગ ગ્રૂપે તાજેતરમાં જાહેર કરાયેલ સ્વિસ ક્રિમિનલ કોર્ટના રેકોર્ડને ટાંકીને આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 2021 થી ચાલી રહેલી તપાસમાં ભારતીય જૂથ સાથે જોડાયેલી શંકાસ્પદ ઓફશોર એન્ટિટીને સંડોવતા નાણાકીય વ્યવહારો પર પ્રકાશ પડ્યો છે.

સ્વિસ મીડિયાના અહેવાલોને ટાંકીને, હિંડનબર્ગે જણાવ્યું હતું કે ફરિયાદીઓએ વર્ણવ્યું છે કે કેવી રીતે અદાણીના સહયોગી (ફ્રન્ટમેન)એ BVI/મોરેશિયસ અને બર્મુડામાં શંકાસ્પદ ભંડોળમાં રોકાણ કર્યું હતું. આ ફંડના મોટા ભાગના નાણાં અદાણીના શેર્સમાં રોકાયા હતા. આ માહિતી સ્વિસ ક્રિમિનલ કોર્ટના રેકોર્ડમાંથી મળી છે.

(1:03 AM IST)