તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Friday, 13th September 2024
ઇરાને નવ મહિનામાં ૧૫ મહિલા સહિત ૪૦૦થી વધુને ફાંસીએ લટકાવ્યાં
માદક પદાર્થના સેવનની સજા મોત : નિષ્ણાંતોએ મોતની સજામાં થતાં વધારા અંગે ચિંતા વ્યકત કરી

તહેરાન,તા. ૧૩: ઈસ્લામીક દેશ ઈરાન તેના કડક કાયદા માટે દુનિયાભરમાં જાણીતું છે. અહીં છે. હૈરાનમાં ચાલુ વર્ષે ૪૦૦થી સામાન્ય ગુના માટે કડક સજા ફટકારવામાં આવે છે. ઇરાનમાં ચાલુ વર્ષે ૪૦૦થી વધુ લોકોને મોતની સજા ફટકારવામાં આવી છે.
ઇરાનમાં માદક પદાર્થના સેવન માટે , મોતની સજા નક્કી કરાઇ છે. આ ઓગષ્ટ મહિનામાં ૮૧ લોકોને ફાંસી આપવામાં આવી છે. અયાતુલ્લા અલી ખામેનેઇના દેશમાં આ વર્ષે ૧૫ મહિલા ફાંસીના માચડે લટકી ચુકી છે.
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર વિશેષજ્ઞોની એક સ્વતંત્ર ટીમે જણાવ્યું છે કે આ વર્ષે જુલાઇમાં ૪૫થી વધુ લોકોને મોતની સજા આપવામાં આવી છે. જેમા ૧૫ મહિલાનો પણ સમાવેશ થાય છે. વિશેષજ્ઞોએ મોતની સજામાં થઈ રહેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આપેલી વિગતો અનુસાર ઓગષ્ટમાં ફાંસીની સજા પામનાર ૪૧ લોકો માદક પદાર્થ સાથે જોડાયેલ અપરાધનો સામનો કરી રહ્યાં હતાં.
વિશેષજ્ઞોનું કહેવું છે કે આવા અપરાધ માટે મોતની સજા આપવી તે આંતરરાષ્ટ્રીય ધોરણોની વિરુધ્ધ છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલ સંગઠન અનુસાર ચીનને છોડીને દર વર્ષે સૌથી વધુ મોતની સજા ઇરાનમાં આપવામાં આવે છે. ગત વર્ષે ઇરાનમાં એક ૧૭ વર્ષના સગીરને ફાંસી આપવામાં આવી હતી. અહેવાલ અનુસાર મે મહિનામા અઝારી ૧૬ વર્ષનો હતો તેણે એક ઝઘડામાં એક વ્યક્તિની હત્યા કરી હતી.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
