<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

૬૬ વર્ષ સુધી નખ ન કાપીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

હવે એમના નખ મ્યુઝિયમમાં સાચવી રાખવામાં આવ્યા છે : ૧૯૫૨ પછી ડાબા હાથના નખ કાપ્યા ન્હોતા અંગૂઠાના એક નખની લંબાઈ ૧૯૭.૮ સેન્ટિમીટર એટલે કે છ ફૂટ હતી જ્યારે બીજા તમામ નખની લંબાઈ મળીને ૯૦૯.૬ સેન્ટિમીટર હતી

પૂણે, તા.૧૪: વિશ્વમાં સૌથી લાંબા નખ ધરાવાનો રિકોર્ડ ધરાવનાર ભારતના એક વ્યકિતએ ૬૬ વર્ષો સુધી હાથના નખ વધારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને હવે એમના નખ મ્યુઝિયમમાં સાચવી રાખવામાં આવ્યા છે, કોણ છે આ વ્યકિત?

સમયસર નખ ન કાપવા બદલ ઘરે માતા-પિતા કે સ્કૂલ, કોલેજમાં ટીચર દ્વારા ટોકવામાં આવ્યા જ હશે પણ આપણાં ભારતના પૂણેમાં રહેતા એક વ્યકિતએએ નખ ન કાપીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. આ વ્યકિતનું નામ છે શ્રીધર ચિલ્લાલ. તે પૂણેના રહેવાસી છે અને તેમણે ૬૬ વર્ષ સુધી નખ કાપ્યા નહતા.

શ્રીધર ચિલ્લાલે ૧૯૫૨ પછી ડાબા હાથના નખ કાપ્યા ન હતા અને તેમના અંગૂઠાના એક નખની લંબાઈ ૧૯૭.૮ સેન્ટિમીટર એટલે કે છ ફૂટ હતી હતી જ્યારે બીજા તમામ નખની લંબાઈ મળીને ૯૦૯.૬ સેન્ટિમીટર હતી.

શ્રીધર પોતાના લાંબા નખના કારણે ચર્ચામાં રહ્યા હતા અને અંતે સૌથી લાંબા નખ ધરાવનાર વ્યકિત તરીકે આખી દુનિયામાં ઓળખ બનાવી હતી. પણ પ્રશ્ન એ થાય કે એમને નખ વધારવાનો આ નિર્ણય કેમ લીધો હતો?

તેમના નખ ન કાપવા પાછળ પણ એક રસપ્રદ વાત છે. શ્રીધર જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એક દિવસ મસ્તી કરતાં જતાં હતા અને એમના ટીચર સાથે અથડાયા એ બાદ શિક્ષકે તેને ખરાબ રીતે માર માર્યો હતો. જ્યારે કારણ પૂછ્યું ત્યારે ટીચરે કહ્યું કે તેના કારણે એમના હાથના નખ તૂટી ગયો હતો એ બાદથી શ્રીધરે મન બનાવ્યું હતું કે તે ક્યારેય નખ નહીં કાપે.

શ્રીધરે તેના જમણા હાથના નખ કાપવાનું ચાલુ રાખ્યું જેથી તે રોજિંદા કાર્યો કરી શકે. પરંતુ તેણે તેના ડાબા હાથના નખ ન કાપ્યા અને ધીરે ધીરે નખ વધવાને કારણે શ્રીધરને એ આંગળીઓ અને હાથનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થવા લાગી હતી.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવીને અંતે તેમણે ૨૦૧૮માં તેમણે નખ કાપવાનો નિર્ણય કર્યો અને આજે પણ એમના નખ ન્યૂયોર્કના એક મ્યુઝિયમમાં સાચવેલા છે.

(10:31 AM IST)