<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

ગરીબ પરિવારના લોકો પોતાના ઘરની મહિલાઓને આ મંડીમાં લઈને આવે છે : પુરૂષો પોતાની પસંદની મહિલાની કિંમત નક્કી કરી તેને પોતાની સાથે લઈ જાય છે

મધ્યપ્રદેશનું એક અનોખું ગામ : અનોખી માર્કેટ : ડુંગળી-બટાટા નહીં પણ ઘરવાળી ખરીદવા દૂર દૂરથી આવે છે પુરુષો

શિવપુરી, તા.૧૪: ભારતમાં કેટલાય પ્રકારની જનજાતિ રહે છે. તેમની પોતાની આગવી અમુક પ્રથાઓ હોય છે, જ્યાં અમુક પ્રથાઓ લોકો માટે વખાણવાલાયક હોય છે, જ્યારે અમુક પ્રથા નહીં, તેને કુપ્રથા કહીએ તો પણ ખોટું નથી. જે દેશમાં મહિલાને દેવી માનીને પૂજવામાં આવે છે, તે દેશમાં એક એવી જગ્યા છે, જ્યાં મહિલાઓની મંડી ભરાય છે. જી હાં, આ મંડીમાં બીજી બજારની માફક મહિલાઓની ખરીદપ્રવેચાણ થાય છે.

વાત કરી રહ્યા છીએ મધ્ય પ્રદેશના શિવપુરીની. અહીં એક એવી જગ્યા છે, જ્યાં લોકો બીજાની વહુ-દીકરીઓને ભાડે ખરીદીને લઈ જાય છે. આ કુપ્રથાને 'ધડીચા'ના નામથી ઓળખવામાં આવે છે. તેના માટે રીતસરની મંડી ભરાય છે. લોકો આ મંડીમાં આવે છે અને સોદો કરીને મહિલાઓને લઈ જાય છે. ભાડાનો સમય પણ આ સોદામાં ફિકસ કરવામાં આવે છે. તેના માટે દૂર-દૂરથી પુરુષો આવે છે. આ પુરુષો પોતાની પસંદગીની છોકરી અથવા મહિલાને જોયા બાદ તેની કિંમત નક્કી કરે છે અને પછી તેને લઈને જતા રહે છે.

ગરીબ પરિવારના લોકો પોતાના ઘરની મહિલાઓને આ મંડીમાં લઈને આવે છે. પુરુષો પોતાની પસંદની મહિલાની કિંમત નક્કી કરી તેને પોતાની સાથે લઈ જાય છે. કેટલાય કારણોસર પુરુષો મહિલાઓના સોદા કરે છે. અમુક પોતાના ઘરની વૃદ્ધ મહિલાઓની સેવા કરવા માટે, અથવા અમુક પોતાના લગ્ન થતાં નથી એટલા માટે, તેઓ અહીંથી થોડા સમય માટે પત્ની ખરીદીને લઈ જાય છે. જો કે, મહિલાઓને પૂરોપૂરો અધિકાર હોય છે કે તેઓ આ સોદો ન ગમતો હોય તો ઘસીને ના પાડી શકે.

જે મહિલાને મંડીથી ખરીદવામાં આવે છે, તેના માટે એગ્રીમેન્ટ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓની કિંમત મંડીમાં પંદર હજારથી શરૂ થાય છે. આ કિંમત લાખો રૂપિયા સુધી જાય છે. કુંવારી છોકરીઓની કિંમત વધારે હોય છે. પુરુષ તેને એક વર્ષ માટે અથવા અમુક મહિના માટે પોતાની સાથે લઈ જાય છે. લઈ જતાં પહેલાં તેનું એગ્રીમેન્ટ પણ કરવામાં આવે છે. તેના માટે સ્ટેમ્પ પેપર પણ બનાવવામાં આવે છે. આ સ્ટેમ્પ પેપર્સની શરૂઆત દસ રૂપિયાથી થાય છે.

(10:32 AM IST)