News of Saturday, 14th September 2024
બાસમતી ચોખા પરની લઘુત્તમ નિકાસ જકાત દૂર કરવાનો નિર્ણય
. નિકાસ ડ્યુટી દૂર થવાથી ખેડૂતોને તેમના ઉત્પાદનના વાજબી ભાવ મળશે અને બાસમતી ચોખાની માંગ વધતા નિકાસમાં વધારો થશે

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે બાસમતી ચોખા પરની નિકાસ ડ્યુટી હટાવી દીધી છે, કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખેડૂત કલ્યાણ પ્રત્યે સંવેદનશીલ મોદી સરકારે બાસમતી ચોખા પરની લઘુત્તમ નિકાસ જકાત દૂર કરવાનો નિર્ણય લીધો છે.
નિકાસ ડ્યુટી દૂર થવાથી બાસમતી ઉત્પાદક ખેડૂતોને તેમના ઉત્પાદનના વાજબી ભાવ મળશે અને બાસમતી ચોખાની માંગ વધવાની સાથે નિકાસમાં પણ વધારો થશે. આ માટે પીએમ મોદીનો આભાર. આ ઉપરાંત ડુંગળીની નિકાસ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ફી 40% થી ઘટાડીને 20% કરવામાં આવી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
