તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Saturday, 14th September 2024
મમતા વિરોધ કરી રહેલા ડોકટરોને મળ્યા : મને થોડો સમય આપો : માંગણી ઉપર વિચારીશ
તમે ચાલુ વરસાદમાં વિરોધ પ્રદર્શન કરો છો પણ હું રાત્રે સુઇ શકતી નથી

કોલકાતા, તા.૧૪: કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કેસને લઈને છેલ્લા ૩૩ દિવસથી ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન, આજે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિરોધ કરી રહેલા ડોક્ટરો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે હું તમારા વિરોધને સલામ કરું છું. હું પણ વિદ્યાર્થી નેતા હતી. ગઈકાલે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. તમે ઊંઘી શકયા નહીં, હું પણ નહીં. આ ૩૩ દિવસથી ચાલી રહ્યું છે.
જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે અમે જાગીએ છીએ. મારી પોસ્ટ નથી, તમારી મોટી પોસ્ટ છે. શુક્રવારની રાત્રે હું સૂઈ શકી નહીં કારણ કે તમે બધાએ આ ભારે વરસાદમાં પણ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. તમે ઘણું સહન કર્યું છે. જો તમે વિરોધ સમાપ્ત કરવા માંગતા હોવ તો હું મારા અધિકારીઓ સાથે વાત કરીશ અને તમારી માંગણીઓનો અભ્યાસ કરીશ.
હું તમારી બધી માંગણીઓ પર વિચાર કરીશ. હું સીબીઆઈને ગુનેગારને ફાંસી આપવા માટે કહીશ. જો તમે કામ પર પાછા ફરવા માંગતા હો, તો હું વચન આપું છું કે હું તમારી માંગણીઓનો અભ્યાસ કરીશ. હું તમારી માંગણીઓ પર વિચાર કરીશ. આવી સ્થિતિમાં હું તમને વિનંતી કરું છું કે મને થોડો સમય આપો.
જો તમે મને થોડો સમય આપો તો હું તમારી માંગણીઓ પર પુનર્વિચાર કરીશ. જ્યારે તમે શેરીઓમાં વિરોધ કરતા હતા ત્યારે હું તે રાતો સૂઈ શકી નથી. હું તમને કહેવા આવી છું કે મહેરબાની કરીને આવું ના કરો. હું તમને વચન આપું છું કે અમે તમારી માંગણીઓ પૂરી કરીશું. હું સીબીઆઈને પૂછીશ અને વિનંતી કરીશ. જો તમે મારા પર વિશ્વાસ કરો છો, તો કળપા કરીને મને થોડો સમય આપો. જો હું કોઈને દોષિત જણાશે તો હું તેની સામે કડક કાર્યવાહી કરીશ.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
