<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

લાલ બાગ ચા રાજાના દર્શન કરવા મુકેશ અંબાણી તેમના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે પહોંચ્યા : જુઓ વિડીયો

આકાશ અંબાણીની વહુ શ્વોકા અંબાણી પણ હાજર : અંબાણી પરિવારે ભક્તિભાવ સાથે ગણેશના દર્શન કરીને આશીર્વાદ લીધા

મુંબઈ : રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણી તેમના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે મુંબઈના લાલ બાગ ચા રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. સાથે આકાશ અંબાણીની વહુ શ્વોકા અંબાણી પણ હાજર હતા.

મુકેશ અંબાણીએ લાલબાગ ચા રાજાની પૂજા અર્ચના કરી હતી અને હાથ જોડીને તેમના આર્શિવાદ લીધા હતા. નવા પરણિત યુગલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ ભક્તિભાવ સાથે ગણેશના દર્શન કરીને આનંદિત થઈ ઉઠ્યા હતા. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

 

અંબાણી પરિવારને લાલ બાગ ચા રાજા પ્રત્યે અનોખી આસ્થા છે. કોઈ પણ શુભ કામ અથવા ફેમિલિ ફંક્શન દરમિયાન મુકેશ અંબાણી પરિવાર સાથે અહીં દર્શન માટે પહોંચી જાય છે.

આ પહેલા અંબાણી હાઉસ એન્ટિલિયામાં ગણેશ ઉત્સવ પર ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ભગવાન ગણેશના આશીર્વાદ લેવા માટે ફિલ્મ સ્ટાર્સ સહિત જાણીતી હસ્તીઓ સલમાન ખાન, કરીના કપૂર, રેખા, સૈફ અલી ખાન, અર્જુન કપૂર, સારા અલી ખાન, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, સોનમ કપૂર બાપ્પાના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા.

(8:51 PM IST)