News of Monday, 16th September 2024
'પહેલા પોતાની અંદર જુઓ ' ઈરાનના સુપ્રીમ લીડરનું ભારતીય મુસ્લિમો પર નિવેદન: ભારતે રોકડું પરખાવ્યું
ઈરાનની માહિતી ખોટી અને અસ્વીકાર્ય છેઃ લઘુમતીઓ પર અન્ય દેશો વિશે કોઈપણ ટિપ્પણી કરતા પહેલા પોતાનો રેકોર્ડ તપાસે: વિદેશ મંત્રાલય

નવી દિલ્હી. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમેની, જેઓ ઘણી વખત ભારત વિરુદ્ધ ટિપ્પણી કરી ચૂક્યા છે, તેમણે ફરી એકવાર કહ્યું કે ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. ઈરાનના સુપ્રીમ લીડરના આ નિવેદન પર વિદેશ મંત્રાલયે આકરી ટિપ્પણી કરી છે
વિદેશ મંત્રાલયે કહ્યું, "અમે ભારતમાં લઘુમતીઓ વિશે ઈરાનના સર્વોચ્ચ નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની સખત નિંદા કરીએ છીએ. આ ખોટી માહિતી અને અસ્વીકાર્ય છે. લઘુમતીઓ પર ટિપ્પણી કરનારા દેશોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અન્ય દેશો વિશે કોઈપણ ટિપ્પણી કરતા પહેલા પોતાનો રેકોર્ડ તપાસે
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમેની, જેઓ ઘણી વખત ભારત વિરુદ્ધ ટિપ્પણી કરી ચૂક્યા છે, તેમણે ફરી એકવાર કહ્યું કે ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. ઈરાનના સુપ્રીમ લીડરના આ નિવેદન પર વિદેશ મંત્રાલયે આકરી ટિપ્પણી કરી હતી
, આયાતુલ્લા અલી ખમેનીએ કહ્યું કે વિશ્વભરના મુસ્લિમોમાં એકતાની જરૂર છે. "જો આપણે મ્યાનમાર, ગાઝા, ભારત અથવા બીજે ક્યાંય પણ મુસ્લિમોને જે વેદનાનો સામનો કરવો પડે છે તેનાથી અજાણ છીએ, તો આપણે પોતાને મુસ્લિમ ન માનવા જોઈએ," ખામેનીએ X પર એક પોસ્ટમાં લખ્યું.
આ પહેલા પણ ઈરાનના સુપ્રીમ લીડર ભારત વિરુદ્ધ નિવેદન આપી ચુક્યા છે. 2019 માં, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી, ત્યારે આયાતુલ્લા અલી ખમેનીએ કાશ્મીરમાં મુસ્લિમોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
