<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

કોલકાતા પોલીસ કમિશનરને હટાવાશે :ડૉક્ટરો સાથે વાત કર્યા બાદ મમતા બેનર્જીની જાહેરાત

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે ડોકટરોની ચાર માંગણીઓ હતી જેમાંથી ત્રણને સ્વીકારી લેવામાં આવી

 કોલકતા : કોલકતામાં વિરોધ કરી રહેલા ડોક્ટરો સાથેની વાતચીત બાદ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ઉત્તર કોલકાતા પોલીસ કમિશનરને હટાવવાની જાહેરાત કરી છે. આ સિવાય ઉત્તર કોલકાતાના ડેપ્યુટી કમિશનરને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે ડોકટરોની ચાર માંગણીઓ હતી જેમાંથી ત્રણને સ્વીકારી લેવામાં આવી છે


 

(12:29 AM IST)