તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Tuesday, 17th September 2024
કડક કાયદાથી સમાજ બદલાતો નથી, તેના માટે માનસિકતા પણ બદલવી જોઈએ
સુરક્ષા, અવસરની સમાનતા, ગરિમા અને સશક્તિકરણના મુદ્દા આવી વાત નથી, જેના પર અલગ અલગ ચર્ચા થવી જોઈએ : ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ

નવી દિલ્હી, તા.૧૭: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે કઠોર કાયદા સહિત સારા કાયદા, એક એવો સમાજ ન બનાવી શકે, જ્યાં ફક્ત ન્યાય હોય. પણ તેના માટે માનસિકતાને બદલવી જરૂરી છે. તેમણે કહ્યું કે, સૌથી મહત્વનું, આપણે આપણી માનસિકતા બદલવાની જરુર છે. માનસિકતાને મહિલાઓ માટે છૂટ આપવાથી હટીને સ્વતંત્રતા અને સમાનતાના આધાર પર જીવન જીવવાના તેમના અધિકારને ઓળખવા તરફ આગળ વધવું જોઈએ. જેમ કે મહિલાઓ હાલમાં જ અવાજ ઉઠાવતી રહી છે કે અમને વર્કપ્લેસ પર છૂટ નથી જોઈતી, અમે ફક્ત સમાન અવસરનો અધિકાર જોઈએ છે. વર્કફોર્સના દરેક શખ્સની માફક અમે સેફ વર્કપ્લેસના હકદાર છીએ.
સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, સુરક્ષા, અવસરની સમાનતા, ગરિમા અને સશક્તિકરણના મુદ્દા આવી વાત નથી, જેના પર અલગ અલગ ચર્ચા થવી જોઈએ. દેશમાં આપણામાંથી સૌ કોઈ આ વાતચીતનો ભાગ બનવું પડશે. મહિલાઓના અધિકાર વિશે વાત કરવી ફક્ત મહિલાઓની વાત નથી, આ આપણા બધા માટે છે કે આપણે આ પ્રકારની સાંજમાં ગંભીર વાતચીતમાં જોડાઈએ. મહિલાઓ આ લિસ્ટમાં જે દ્રષ્ટિકોણ લાવે છે, વાસ્તવમાં તે મહત્વનું છે. દુનિયા વિશે કોઈ પણ શીખેલું જ્ઞાન એ મહિલાઓની આંતરદૃષ્ટિની જગ્યા લઈ શકે નહીં, જેણે પોતાની જીવનમાં કેટલીય અડચણોને તોડી છે.
તેમણે આગળ કહ્યું કે, પણ મારુ માનવું છે કે, સંસ્થાના પ્રમુખ, વિચારક નેતા અને આ દેશના નાગરિક જવાબદારીથી બચી શકશે નહીં. આવી વાતચીત ન ફક્ત મહિલાઓ વિશે છે, પણ વધારે માનવીય સમાજને ડિઝાઇન કરવા માટે આપણી પ્રણાલી અને સામાજિક સંરચનાઓની ક્ષમતા વિશે પણ છે. શાસન, નીતિ અને નેતળત્વ ભૂમિકાઓમાં મહિલાઓની સમાન ભાગીદારી સારા વિકાસ પરિણામો સાથે જોડાયેલી છે. જ્યારે આપણે મહિલાઓના રસ્તામાં અડચણો ઊભી કરીશું અથવા તેને દૂર કરવામાં નિષ્ફળ થઈએ છીએ તો આપણે એક શાનદાર સમાજની આપણી શોધને ખતરામાં નાખી દઈએ છીએ. ઉદાસીનતા હવે કોઈ વિકલ્પ નથી.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
