<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

પતિ વિદેશમાં કમાવા ગયો તો પત્‍નિએ નવો પ્રેમી શોધી લીધો : સસરાએ રંગે હાથે ઝડપી લીધા તો તેમને ધોઈ નાખ્‍યા

૩૨ વર્ષીય મહિલાને તેના પતિના મામાના છોકરા સાથે પ્રેમ થઈ ગયો : મહિલાનો પતિ રોજગાર માટે વિદેશમાં ગયો હતો

લખનઉ, તા.૧૭: ઉત્તર પ્રદેશના મહારાજગંજથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. જ્‍યાં એક સસરાએ પોતાની વહુને પ્રેમી સાથે રંગેહાથે ઝડપી પાડી હતી. જ્‍યારે સસરાએ તેની ટોકી તો વહુ ગુસ્‍સે થઈ ગઈ અને પ્રેમી સાથે મળીને સસરાને ધોઈ નાખ્‍યા. ઘાયલ વળદ્ધને બાદમાં સારવાર માટે દવાખાનામાં દાખલ કરવા પડ્‍યા. સસરાએ સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનમાં તેને લઈને ફરિયાદ પણ નોંધાવી છે.

જિલ્લાના શ્‍યામદેઉરવા પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં આવેલા એક ગામની રહેવાસી ૩૨ વર્ષીય મહિલાને તેના પતિના મામાના છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. મહિલાનો પતિ રોજગાર માટે વિદેશમાં ગયો હતો. સંબંધી હોવાના કારણે યુવકનું અવારનવાર તેમના ઘરે આવવાનું થતું હતું. આ દરમ્‍યાન બંને વચ્‍ચે પ્રેમ થઈ ગયો. મહિલા પોતાના ત્રણ બાળકો સાથે સાસરીયામાં રહેતી હતી.કુશીનગરના અહિરૌલી પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં રહેતા સાળાનો દીકરો જ્‍યારે વારંવાર આવવા લાગ્‍યો તો, સસરાને તેના પર શંકા ગઈ. ત્‍યારબાદ તેમણે યુવકને ઘરે આવવાની ના પાડી દીધી. શુક્રવારે મોડી સાંજે ડોક્‍ટર પાસે જતી હોવાનું કહીને વહુ ઘરેથી નીકળી ગઈ.

સસરાએ વહુનો પીછો કર્યો અને તેમને શંકા હતી તે સાચી પડી. તેમણે પોતાની વહુને સાળાના છોકરા સાથે મજા માણતા જોઈ લીધી અને પગ તળેથી જમીન સરકી ગઈ. આ વાતથી ગુસ્‍સે થયેલી વહુએ પોતાના પ્રેમી સાથે મળીને સસરા સાથે મારપીટ કરી. તો વળી પીડિત વળદ્ધની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી.

(10:47 AM IST)