તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Tuesday, 17th September 2024
પીએમ મોદી 74 વર્ષે એકદમ ફીટ :યોગથી દિવસની શરૂઆત: ભોજનમાં સરગવાના પરાઠા:જાણો દિનચર્યા
વડાપ્રધાન મોદી પોતાને સ્વસ્થ રાખવા માટે દરરોજ યોગ, પ્રાણયામ અને મેડિટેશન કરે છે

નવી દિલ્હી :વડાપ્રધાન મોદીનો આજે જન્મદિવસ છે. 74 વર્ષની ઉંમરમાં પણ તેઓ એકદમ ફિટ છે. દેશને મજબૂત અને શક્તિશાળી બનાવવા માટે અથાક પ્રયાસો કરે છે. આખો દિવસ તેઓ દેશના કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં પોતાના માટે સમય કાઢવાનું ભૂલતા નથી.
સામાન્ય રીતે વડાપ્રધાન મોદી પોતાને સ્વસ્થ રાખવા માટે દરરોજ યોગ, પ્રાણયામ અને મેડિટેશન કરે છે. આ મામલે તેઓ જરાક પણ ઢીલું નથી છોડતા. 74 વર્ષના વડાપ્રધાન મોદી પોતાને તંદુરસ્ત રાખવા માટે માત્ર શારિરીક તંદુરસ્તી જ નહિ પરંતુ માનસિક તંદુરસ્તી પર પણ ભાર મુકે છે. આ સાથે જ તેઓ દરરોદ સવારે વોકિંગ કરે છે અને યોગ કરે છે. વડાપ્રધાન મોદી આધુનિક મશીન પર એક્સસાઈઝ કરવા કરતાં વધારે ચાલવાનું પસંદ કરે છે.
વડાપ્રધાન મોદી આ સાથે આહાર ઉપર પણ વધારે ધ્યાન આપે છે. તેઓ એવું કશું જ ખાધા જેથી તેમના શરીરને નુકસાન થાય. તેઓ સામાન્ય રીતે પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન કરે છે. તેઓ ભોજનમાં પહાડી મશરુમ, હળદર, સરગવાના પરાઠા અને ખિચડી ખાવાનું પસંદ કરે છે. ડાઈટમાં તેઓ મિલેટ્સ, ચણાના રોટલી અને ખાંડવી ખાવાનું પસંદ કરે છે. તેઓ સાંજના 6 વાગ્ય પછી જમતા નથી.
વડાપ્રધાન મોદી પોતાને ફિટ રાખવા માટે નિયમિત રીતે 40 મિનિટ યોગ કરે છે. જેમાં તેઓ અલગ અલગ આસનો જેમ કે ભુજંગાસન, મર્કટાસન, કપાસ ભાતિ, અનુલોમ વિલોમ વગેરેનો અભ્યાસ કરે છે. આ સાથે જ તેઓ 4 થી 5 કલાકની ઉંઘ લે છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
