News of Tuesday, 17th September 2024
દીકરીના લગ્ન કે ઉચ્ચ અભ્યાસ માટે સુકન્યા યોજનામાં કરો 12,500 રુપિયાનું રોકાણ: થૉડા વર્ષોમાં મળી શકે 70 લાખ
દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ:આ સ્કીમમાં એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

નવી દિલ્હી : સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના એ દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક શાનદાર રોકાણ યોજના છે. આ યોજના દેશમાં ખૂબ જ લોકપ્રિય છે. હાલમાં, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરીને, 8.2 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાથી આવકવેરામાં પણ છૂટ મળે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાથી તમને કેટલું વળતર મળશે તે વ્યાજ દર અને રોકાણની રકમ પર આધારિત છે. ત્યારે ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ -
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા માટે દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ સ્કીમમાં તમારે એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે મહત્તમ રોકાણ રકમની મર્યાદા 1.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઉપલબ્ધ વ્યાજ દર ત્રિમાસિક ધોરણે નક્કી કરવામાં આવે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં, દીકરીએ પોતાનું ખાતું ખોલાવે ત્યારથી 15 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે. તમારું ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પછી મેચ્યોર થાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, કોઈપણ માતાપિતા અથવા વાલી તેમની બે પુત્રીઓનું ખાતું ખોલાવી શકે છે. જો બે દીકરીઓ ટ્વીન્સ હોય તો ત્રણ દીકરીઓના ખાતા ખોલાવી શકાય.
ત્યારે એવા ગણિત વિશે સમજીએ જેની મદદથી માત્ર 12,500 રૂપિયાનું રોકાણ કરીને થોડા વર્ષોમાં લગભગ 70 લાખ રૂપિયાનું જંગી ભંડોળ એકત્ર કરી શકો છો. આમાં, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવ્યા પછી, તમારે દર મહિને 12,500 રૂપિયાની બચત કરવી પડશે અને 15 વર્ષ સુધી વાર્ષિક 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે વર્તમાન વ્યાજ દર 8.2 ટકાના આધારે ગણતરી કરો છો, તો 21 વર્ષ પછી પાકતી મુદતના સમયે, તમારી પાસે લગભગ 70 લાખ રૂપિયાનું મોટું ભંડોળ હશે. આ પૈસા તમે તમારી દીકરીના લગ્ન કે શિક્ષણ માટે વાપરી શકો છો.
જો તમે દર મહિને 500 રૂપિયા જમા કરો છો. એટલે કે એક વર્ષમાં 6000 રૂપિયા જમા થાય છે. એટલે કે કુલ 15 વર્ષમાં તમે 90,000 રૂપિયા જમા કરાવ્યા હશે. આ 90,000 રૂપિયા પર 8.2%ના વ્યાજ દરે તમને 15 વર્ષમાં 1,97,000 રૂપિયાનું વ્યાજ મળશે. જો તમે વ્યાજની રકમ અને તમારી ડિપોઝિટની રકમ ઉમેરો તો કુલ 2,87,000 રૂપિયા થાય છે. એટલે કે દીકરીનું ખાતું 8 વર્ષની ઉંમરે ખોલવામાં આવે અને 15 વર્ષ પછી જો તમે તેના 23 વર્ષની ઉંમરે લગ્ન કરશો તો તમારી પાસે લાખો રૂપિયા હશે.
સુકન્યા યોજના હેઠળ ખાતું ખોલવા માટે, તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જઈ શકો છો. અહીં તમારે સ્કીમ સંબંધિત ફોર્મ લેવાનું રહેશે. તેમાં જરૂરી માહિતી ભરવાની સાથે, તમારે તમારી પુત્રીનું જન્મ પ્રમાણપત્ર, તમારું આઇડેન્ટિટી કાર્ડ, એડ્રેસ પ્રૂફ અને તમારું પાન કાર્ડ સબમિટ કરવાનું રહેશે. આ પછી તમારે ફોર્મ ભરીને અધિકારીને સબમિટ કરવાનું રહેશે. એકાઉન્ટ ખોલતાની સાથે જ માહિતી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. તમે સ્કીમમાં ઓછામાં ઓછા 250 રૂપિયાનું રોકાણ કરી શકો છો. તેથી એક વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
