News of Wednesday, 18th September 2024
બ્લાસ્ટિંગ એલર્ટ !! માત્ર ૨ બેક-ટુ-બેક દિવસોમાં, લગભગ ૬૮૦૦ થી વધુ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં રિમોટલી બ્લાસ્ટ થયા: જેમાં ૧૦ હજાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને સેંકડો લોકોના મોત થયા: હવે મોબાઈલની તૈયારી? ન્યુઝ ફર્સ્ટ

બૈરુત: માત્ર ૨ બેક-ટુ-બેક દિવસોમાં, લગભગ ૬૮૦૦ થી વધુ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં રિમોટલી બ્લાસ્ટ થયા છે જેમાં ૧૦ હજાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને સેંકડો લોકોના મોત થયાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.
લેબનોન સરકારે નાગરિકોને તેમના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પહેલા તેની તપાસ કરવા ચેતવેલ છે,
હવે તુરંતમાં બૈઋત લેબેનોનમા મોબાઈલ ડિવાઈસ વિસ્ફોટ શરૂ થાય તેવી સંભાવના નકારી શકાતી નથી તેમ ન્યુઝ ફર્સ્ટ કહે છે.
લેબનાનની રાજધાની બેરૂતમાં હિઝ્બુલ્લાહના પેજર બાદ હવે રેડિયો કમ્યુનિકેશન ડિવાઇસમાં ધમાકા થઈ રહ્યાં છે. આ ધમાકામાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. હિઝબુલ્લાહના અલ-મનાર ટીવીએ જણાવ્યું કે ઘણા લેબનાની વિસ્તારમાં વાયરલેસ ડિવાઇસ હાથમાં વિસ્ફોટ થઈ ગઈ હતી. અત્યાર સુધી ૧૦૦ લોકો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે.
ત્યાં સુધી કે હિઝબુલ્લાહ માટે પોતાના લડવૈયા અને બીજા સંબંધીઓને દફનાવવા પણ મુશ્કેલ થઈ ગયા છે.
બેરૂતમાં આજે હિઝ્બુલ્લાહથી સંબંધિત સાંસદના પુત્રના જનાજામાં પણ વિસ્ફોટના સમાચાર છે.
બેરૂતમાં થયેલા પેજર વિસ્ફોટમાં અત્યાર સુધી ૧૨ લોકોના મોત થયા છે, જેમાં બે બાળકો પણ સામેલ છે. તો આશરે ૨૮૦૦ જેટલા લોકોને ઈજા થઈ છે. તેમાંથી ૨૦૦ લોકોની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
