<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરે લખ્યો નવો ઈતિહાસ : તોડ્યો સાત ચૂંટણીનો રેકોર્ડ

મતદાનના પ્રથમ તબક્કામાં 59 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો

જમ્મુ. ધરતી પર સ્વર્ગ કહેવાતા જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં બુધવારે મતદાન થયું. કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું. ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાવાની છે, જેનો પ્રથમ તબક્કો 18 સપ્ટેમ્બરે પૂર્ણ થયો હતો. જમ્મુ-કાશ્મીરના લોકોએ અહીંના લોકતાંત્રિક ઈતિહાસમાં એક નવો અધ્યાય લખ્યો છે. પ્રથમ તબક્કામાં કુલ 59 ટકા મતદાન થયું હતું. આ આંકડો છેલ્લી 7 ચૂંટણીમાં સૌથી વધુ છે. મતલબ કે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી ઘણી ચૂંટણીઓમાં આ વખતે સૌથી વધુ મતદાન થયું છે.

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના લોકોએ વિધાનસભા ચૂંટણીમાં નવો ઈતિહાસ લખ્યો છે. લોકશાહીમાં વિશ્વાસ વ્યક્ત કરતા રાજ્યના લોકો ઈવીએમ બટન દબાવવા માટે મોટી સંખ્યામાં ઘરોમાંથી બહાર આવ્યા હતા.

  મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પીકે પોલે જણાવ્યું હતું કે મતદાનના પ્રથમ તબક્કામાં 59 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું છે. જોકે, ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે મતદાનની ટકાવારીના આંકડામાં ફેરફાર થઈ શકે છે. આ આંકડાઓ પણ વધી શકે છે. સીઈઓના જણાવ્યા અનુસાર, રાજ્યના દૂરના વિસ્તારોમાં અને પોસ્ટલ બેલેટ દ્વારા પડેલા મતોના અંતિમ આંકડા હજુ જાહેર કરવાના બાકી છે. 7 જિલ્લાની 24 બેઠકો માટે મતદાન જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 7 જિલ્લાની 24 બેઠકો માટે મતદાન થયું હતું. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે રાજ્યમાં ચૂંટણી શાંતિપૂર્ણ રહી છે. ક્યાંયથી કોઈ પણ પ્રકારની હિંસાના સમાચાર નથી આવ્યા. ભાજપની સાથે કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ, પીડીપી સહિતના નાના પક્ષો ચૂંટણી મેદાનમાં છે.

 

(12:14 AM IST)