<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

સરકારની તિજોરી છલકાઈ :ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 21.48 ટકા વધીને રૂ. 12 લાખ કરોડ, એડવાન્સ ટેક્સ કલેક્શન 22.61 ટકા વધ્યું

નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16.12 ટકાના ઉછાળા સાથે રૂ. 9,95,766 કરોડ થયું

નવી દિલ્હી :ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો ડેટા જાહેર કર્યો છે. નાણાકીય વર્ષ 2024-25 માટે 17 સપ્ટેમ્બર, 2024 સુધી ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 21.48 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે 12,01,073 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

જ્યારે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16.12 ટકાના ઉછાળા સાથે રૂ. 9,95,766 કરોડ થયું હતું. આવકવેરા વિભાગે એડવાન્સ ટેક્સ કલેક્શનનો ડેટા પણ જાહેર કર્યો છે, જે મુજબ પર્સનલ ઈન્કમ ટેક્સ કલેક્શનમાં 18.17 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

  19 સપ્ટેમ્બર, 2024 સુધીના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના ડેટાની જાહેરાત કરતી વખતે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે જણાવ્યું હતું કે કુલ ટેક્સ કલેક્શન 21.48 ટકાના ઉછાળા સાથે રૂ. 12,01,073 કરોડ છે. રિફંડમાં 56.49 ટકાનો વધારો થયો છે અને તે રૂ. 2,05,307 કરોડ થયું છે. જે પછી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16.12 ટકા વધીને 9,95,766 કરોડ રૂપિયા થઈ ગયું છે

  ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 માટે 17 સપ્ટેમ્બર, 2024 સુધી રૂ. 4,36,067 કરોડનો એડવાન્સ ટેક્સ પ્રાપ્ત થયો છે, જે પાછલા નાણાકીય વર્ષમાં સમાન સમયગાળા દરમિયાન રૂ. 3,55,660 કરોડ એકત્રિત કરવામાં આવ્યો હતો. એટલે કે ચાલુ નાણાકીય વર્ષમાં એડવાન્સ ટેક્સમાં 22.61 ટકાનો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં એડવાન્સ ટેક્સ કલેક્શન 18.17 ટકા વધીને રૂ. 3,31,730 કરોડ, જ્યારે વ્યક્તિગત આવકવેરા એડવાન્સ ટેક્સ કલેક્શન 39.22 ટકા વધીને રૂ. 1,04,336 કરોડ. વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર માટે એડવાન્સ ટેક્સ જમા કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર હતી

(12:24 AM IST)