<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

UNGAએ પેલેસ્ટાઈન પર ઈઝરાયેલ વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો: ભારત મતદાનથી દૂર રહ્યું

પ્રસ્તાવને 124 મતોનું સમર્થન મળ્યું હતું, જ્યારે ભારત સહિત 43 દેશોએ વોટિંગથી દૂર રહ્યા

નવી દિલ્હી : એક મહત્વપૂર્ણ પગલામાં, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ બુધવારે પેલેસ્ટાઇન દ્વારા પ્રસ્તાવિત ડ્રાફ્ટ ઠરાવને અપનાવ્યો હતો, જેમાં ઇઝરાયેલને કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશોમાં તેની "ગેરકાયદેસર હાજરી" સમાપ્ત કરવાની માંગ કરવામાં આવી હતી.

  આ પ્રસ્તાવને 124 મતોનું સમર્થન મળ્યું હતું, જ્યારે ભારત સહિત 43 દેશોએ વોટિંગથી દૂર રહ્યા હતા. જ્યારે ઈઝરાયેલ, અમેરિકા અને અન્ય 12 દેશોએ તેની વિરુદ્ધમાં વોટ આપ્યો.

  યુએનજીએમાંથી ઠરાવ પસાર કર્યા પછી, ઇઝરાયેલ વૈશ્વિક મંચ પર અલગ પડી ગયું છે. યુએનજીની બેઠક માટે વૈશ્વિક નેતાઓ ન્યૂયોર્ક પહોંચી રહ્યા છે ત્યારે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

 ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ 26 સપ્ટેમ્બરે 193 સભ્યોની મહાસભાને સંબોધિત કરશે, પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ પણ ત્યાં હાજર રહેશે

   ઠરાવ જુલાઈમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ) દ્વારા આપવામાં આવેલી સલાહને આવકારે છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે પેલેસ્ટિનિયન પ્રદેશો અને વસાહતો પર ઇઝરાયેલનો કબજો ગેરકાયદેસર છે અને તેને ખાલી કરી દેવો જોઇએ

. ઇન્ટરનેશનલ કોર્ટે કહ્યું હતું કે આ કામ શક્ય તેટલું જલ્દી કરવું જોઈએ. જો કે, યુએનજીએ દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં આ માટે 12 મહિનાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. .


 

(12:47 AM IST)