News of Thursday, 19th September 2024
એક દેશ, એક ચૂંટણી લાગુ થશે તો ગુજરાતમાં ચૂંટણી વર્ષ પહેલા આવશે !
ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ૨૫ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી પડશે

નવી દિલ્હી, તા.૧૯: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વન નેશન વન ઇલેક્શન અંગે વધુ માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન બે તબક્કામાં લાગુ થશે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થશે. જ્યારે બીજા તબક્કામાં પંચાયત અને નગર નિગમની ચૂંટણીઓ થશે. જો આમ થાય તો ગુજરાતમાં ચૂંટણી વર્ષ પહેલા આવી શકે છે. અત્યારે વન નેશનપ્રવન ઈલેક્શનની શકયતા પ્રમાણે એક દેશ, એક ચૂંટણી લાગુ કરવા માટે અનેક રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડવામાં આવશે. જે રાજ્યોમાં ૨૦૨૩ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યાં તેમનો કાર્યકાળ લંબાવી શકાય છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમામ પક્ષો લો કમિશનના પ્રસ્તાવ પર સહમત થશે તો તેને ૨૦૨૯થી જ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત આ માટે ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ૨૫ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી પડશે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
