<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

લેબનોનમાં પેજર-વોકી ટોકી બ્‍લાસ્‍ટમાં અત્‍યાર સુધીમાં ૩૨ લોકોના મોત : જુઓ વિડિયો

પેજર પછી હવે વોકી-ટોકી, લેપટોપ, ફોન, સોલાર પેનલ સિસ્‍ટમ, ફિંગર પ્રિન્‍ટ રીડિંગ મશીન અને રેડિયોમાં સીરીયલ બ્‍લાસ્‍ટ

લંડન, તા.૧૯: લેબનોનમાં હાલ ગભરાટનું વાતાવરણ છે. પેજર પછી હવે વોકી-ટોકી, લેપટોપ, ફોન, સોલાર પેનલ સિસ્‍ટમ, ફિંગર પ્રિન્‍ટ રીડિંગ મશીન અને રેડિયોમાં સીરીયલ બ્‍લાસ્‍ટ થાય છે. આ બીજી શ્રેણીના વિસ્‍ફોટોમાં લેબનોનના ૨૦ લોકોના મોત થયા છે. તે જ સમયે, ૪૫૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. મોટાભાગના વિસ્‍ફોટો ત્‍યારે થયા જ્‍યારે હિઝબુલ્લાહ કમાન્‍ડરો આ ઉપકરણોને તેમના હાથમાં પકડી રાખતા હતા. હિઝબુલ્લાહે તેમને ૫ મહિના પહેલા જ પેજરની જેમ ખરીદ્યા હતા. પેજર અને વોકી ટોકી બ્‍લાસ્‍ટ બાદ અત્‍યાર સુધીમાં ૩૨ લોકોના મોત થયા છે.

માત્ર એક દિવસ પહેલા (૧૭ સપ્‍ટેમ્‍બર), લેબનોન અને સીરિયાના કેટલાક શહેરોમાં એક સાથે પેજર બ્‍લાસ્‍ટ થયા હતા. ત્‍યારપછી લગભગ એક કલાકના ગાળામાં સેંકડો પેજર્સ ફૂટી ગયા હતા. ૧૨ લોકો માર્યા ગયા અને ૪૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા. હિઝબુલ્લાએ આ પેજર હુમલા માટે ઈઝરાયેલની ગુપ્તચર સંસ્‍થા મોસાદને જવાબદાર ઠેરવી છે.

લેબનોનમાં ચાલી રહેલા પેજર-વોકી ટોકી વિસ્‍ફોટો વચ્‍ચે, ઇઝરાયેલી સુરક્ષા દળોએ હિઝબુલ્લાહના ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરને નષ્ટ કરવાનો દાવો કર્યો છે. IDF એ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે ઇઝરાયેલી દળોએ હિઝબુલ્લાહના પ્રક્ષેપકો તેમજ દક્ષિણ લેબેનોનના હલ્‍તા, કફરકેલા, ઓડેસેહ અને ચામાના વિસ્‍તારોમાં ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પર હુમલો કર્યો હતો. લગભગ ૨૦ અષાો (રોકેટ્‍સ) લેબનોનથી ઇઝરાયેલના ઉત્તરીય પ્રદેશને પાર કરતા જણાયા બાદ આ હુમલા કરવામાં આવ્‍યા હતા. IDF એ કેટલાક અષાોને અટકાવ્‍યા. આમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી.

(10:30 AM IST)