News of Thursday, 19th September 2024
મથુરા અને બિહારમાં બે મોટી દુર્ઘટનાઃ માલગાડીના ૨૪ ડબ્બા પાટા પરથી ઉતર્યા
અનેક ટ્રેનોના રૂટ ખોરવાયા

લખનૌ, તા.૧૯: મથુરા જિલ્લાના વળંદાવન રેલવે સ્ટેશનથી લગભગ ૮૦૦ મીટર દૂર માલગાડીના ૨૦ થી વધુ ડબ્બા પાટા પરથી ઉતરી ગયાની ઘટના બની છે. બીજી તરફ, બિહારના મુઝફ્ફરપુરના નારાયણપુર અનંત સ્ટેશન પાસે પણ આવી જ એક ઘટનામાં ટ્રેનના ૪ ડબ્બા પાટા પરથી ઉતરી જતા ૧૩ જેટલી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.
વળંદાવનમાં કોલસો લઈને જઈ રહેલી માલગાડીના અકસ્માતની ઘટના રાત્રે ૮ વાગ્યાની આસપાસ બની હતી. આ ટ્રેન અકસ્માતની ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિના થઈ ન હતી. જેમાં પશ્ચિમ તરફ જતા હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્ર-દેશ, યુપી સહિતના વિસ્તારના મુખ્ય રૂટ પર આ ટ્રેન અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી પ્રમાણે, ટ્રેનમાં કોલસો બધે ફેલાઈ ગયો છે. આ ઘટનાને લઈને લગભગ ૧૫ ટ્રેનો પ્રભાવિત થઈ છે. જો કે, રેસ્કયુ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે, ત્યારે રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
બિહારના મુઝફ્ફરપુરના નારાયણપુર અનંત સ્ટેશન પાસે પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં માલગાડીના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ પહોંચી નથી. ઘટનામાં ટ્રેનના ૪ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે ૧૩ જેટલી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. આ સિવાય ૩ ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે. જેમાંથી ભાગલપુર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ અને સમસ્તીપુર-સિવાન ટ્રેનો બંધ કરવામાં આવી હતી.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
