<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

બિહારમાં ૧૦૦ દબંગોનું તાંડવ : ૮૦ ઘર સળગાવ્‍યા : ૫૦ રાઉન્‍ડ ફાયરિંગ

રાજયના નવાદાની ઘટના : દલિતોની વસ્‍તી જમીનના ડખ્‍ખામાં સળગાવી : ૧૦ની ધરપકડ : કોઇ જાનહાની નથી

પટણા, તા.૧૯: બિહારના નવાદા જિલ્લામાં ગુંડાઓએ એક દલિત વસાહતને ઘેરીને આગ ચાંપી દીધી હતી. મુફાસિલ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના કળષ્‍ણા નગર ગામમાં બનેલી આગની આ ઘટનામાં ગામના ૮૦ ઘર બળી ગયા હતા. પોલીસે જણાવ્‍યું કે આ મામલો જમીન વિવાદ સાથે જોડાયેલો છે. એક પક્ષ અહીં રહે છે અને બીજો પક્ષ આ જમીન પર દાવો કરી રહ્યો છે. પરંતુ આ જમીન બિહાર સરકારની છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ગ્રામજનોએ જણાવ્‍યું કે બુધવારે લગભગ સો દબંગ અચાનક દલિત વસાહતમાં આવી પહોંચ્‍યા. કોલોનીમાં પ્રવેશતા જ બદમાશોએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળીબારના કારણે સ્‍થળ પર ગભરાટનો માહોલ જોવા મળ્‍યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએ લગભગ ૫૦ રાઉન્‍ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ગામલોકો પોતાને બચાવવા માટે અહીંપ્રત્‍યાં છુપાઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા જ સ્‍થાનિક અધિકારીઓ સૌથી પહેલા ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા. આ પછી સ્‍થિતિની ગંભીરતાને જોતા ડીએમ અને એસપી પણ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા.

ઘટના બાદ તાત્‍કાલિક કાર્યવાહી કરીને પોલીસે દસ લોકોની ધરપકડ પણ કરી હતી. ગ્રામજનો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે. ડીએમ આશુતોષ કુમારે જણાવ્‍યું કે આ ગામ કળષ્‍ણા નગર નદી પર આવેલું છે. અમે ઘટનાનો સર્વે કર્યો છે. લગભગ ૩૦ ઘર બળી ગયા છે. વધુ તપાસ હાથ ધરી છે.

નવાદાના એસપી અભિનવ ધીમાને કહ્યુંપ્ર પોલીસને માહિતી મળી હતી કે આ ઘટના બુધવારે સાંજે બની હતી. ૪૦ થી ૫૦ ઘરોમાં આગ લાગી છે. પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી મુજબ અત્‍યાર સુધીમાં ૨૧ મકાનોને નુકસાન થયું છે. હજુ સુધી આમાં કોઈ વ્‍યક્‍તિના મોતના સમાચાર નથી. કહેવામાં આવી રહ્યું છે કે હવાઈ ફાયરિંગ પણ કરવામાં આવ્‍યું છે. અમને હજુ સુધી શેલ મળ્‍યો નથી પરંતુ પોલીસ તપાસ કરી રહી છે. મુખ્‍ય આરોપીઓ સહિત કુલ દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાકીની ધરપકડ માટે દરોડા ચાલુ છે.

એસપીએ આગળ કહ્યું- જમીનને લઈને બંને પક્ષો વચ્‍ચે વિવાદ ચાલી રહ્યો હતો. એક પક્ષ અહીં સ્‍થાયી થયો હતો, જ્‍યારે બીજી બાજુ લાંબા સમયથી તેનો દાવો કરી રહી હતી. આ ઘટના તેમના દ્વારા જ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે ફોર્સ આગામી બેપ્રત્રણ દિવસ સુધી અહીં કેમ્‍પ કરશે. તે પછી પણ જો સ્‍થિતિ સ્‍થિર નહીં થાય તો ફોર્સ આગળ પણ કેમ્‍પ કરશે. અમારી અપીલ છે કે શાંતિ જાળવો અને જો કોઈને માહિતી આપવી હોય તો આપી શકે છે.

આ મામલે બિહાર સરકારના અનુસૂચિત જાતિ અને જનજાતિ વિભાગના મંત્રી જનક રામે કહ્યું - અમને નવાદામાં બનેલી ઘટનાની માહિતી મળી છે. જેમાં ગુંડાઓ દ્વારા અનુસૂચિત જાતિના લોકોના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ એક દુઃખદ ઘટના છે. આ ખૂબ જ વખોડી શકાય તેવું છે. ગુંડાઓ ગમે તે હોય, સરકાર તેમની સામે ચોક્કસ પગલાં લેશે. સીએમ નીતિશ કુમારના નેતળત્‍વમાં આ એનડીએ સરકારમાં નબળા વર્ગના લોકો, દલિત અને મહાદલિત પરિવારો સુરક્ષિત છે. તેમના પર વર્ચસ્‍વ દર્શાવનારાઓને સરકાર છોડશે નહીં.

(10:31 AM IST)