News of Thursday, 19th September 2024
૧૭ રાજયોમાં ૩ વર્ષ કે તેથી ઓછા સમય માટે રહેશે સરકાર
જો ૨૦૨૯માં એક સાથે ચૂંટણી યોજવામાં આવે તો : ગયા વર્ષે જે ૧૦ રાજયોમાં નવી સરકારો બની ત્યાં ૨૦૨૮માં ફરી ચૂંટણી યોજાશે અને નવી સરકાર ૧ વર્ષ કે તેથી ઓછા સમય માટે રહેશે : ગુજરાત - યુપી - પંજાબમાં ૨૦૨૭માં ચૂંટણી થશે ત્યાં ૨૦૨૭માં બનનારી સરકાર ૨ વર્ષ કે તેથી ઓછા સમય માટે ચાલશે

નવી દિલ્હી, તા.૧૯: કેન્દ્રીય કેબિનેટે ‘એક દેશ, એક ચૂંટણી'ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણોને સ્વીકારવામાં આવી હતી. મંગળવારે કેન્દ્રીય ગળહ પ્રધાન શાહે કહ્યું હતું કે ઁએક રાષ્ટ્ર, એક ચૂંટણી આ સરકારના કાર્યકાળ દરમિયાન લાગુ કરવામાં આવશે.ઁ જો ૨૦૨૯થી એકસાથે ચૂંટણી યોજાવાની હોય તો તેના માટેની પ્રક્રિયા અત્યારથી જ શરૂ કરવી પડશે.
કેન્દ્રીય કેબિનેટે એક દેશ, એક ચૂંટણીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણોને સ્વીકારવામાં આવી હતી. મંગળવારે કેન્દ્રીય ગળહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે એક રાષ્ટ્ર, એક ચૂંટણી આ સરકારના કાર્યકાળ દરમિયાન લાગુ કરવામાં આવશે. જો ૨૦૨૯થી એકસાથે ચૂંટણી યોજાવાની હોય તો તેના માટેની પ્રક્રિયા અત્યારથી જ શરૂ કરવી પડશે. કેન્દ્રીય ગળહ પ્રધાન શાહે સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે આ સરકારમાં એક દેશ, એક ચૂંટણી લાગુ કરવામાં આવશે. આ છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં ભાજપનું મેનિફેસ્ટો વચન રહ્યું છે. પરંતુ તેનો અમલ કેવી રીતે થશે, કયારે થશે અને શા માટે થઈ રહ્યું છે? આવા અનેક પ્રશ્નો છે. કોંગ્રેસે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ને બંધારણની વિરુદ્ધ ગણાવી છે.
ગયા વર્ષે, મોદી સરકારે કોવિંદ સમિતિની રચના કરી હતી જે એક સાથે લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ યોજવાના માર્ગો સૂચવી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની આ સમિતિએ લોકસભા ચૂંટણી પહેલા આ વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં વિવિધ બંધારણીય સુધારાની ભલામણ કરવામાં આવી હતી. આ સમિતિએ ભલામણ કરી હતી કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવી શકાય અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી ૧૦૦ દિવસની અંદર યોજવામાં આવે.
લોકસભામાં ભાજપ પાસે ૨૪૦ બેઠકો છે. બહુમતી માટે તેને ટીડીપી, જનતા દળ (યુનાઇટેડ) અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) જેવા સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડશે. હવે સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું એકસાથે ચૂંટણી કરાવવાની ભાજપની યોજનાને સાથી પક્ષોનું સમર્થન મળશે કે નહીં? પરંતુ ભાજપ કેમ્પનું કહેવું છે કે આ તમામ સહયોગીઓ આ માટે તૈયાર છે.
જો ૨૦૨૯માં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી' થવાની હોય તો આ માટેની પ્રક્રિયા અત્યારથી જ શરૂ થવી જોઈએ. જો ૨૦૨૯ પહેલા આને લગતી તમામ ગૂંચવણોનો ઉકેલ લાવવામાં આવે અને દેશ આ માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય, તો ઘણા રાજ્યોની વિધાનસભાઓ તેમના પાંચ વર્ષના કાર્યકાળ પહેલા વિસર્જન થઈ જશે. મતલબ કે રાજ્યએ તેમનો કાર્યકાળ પૂરો થવાના ઘણા સમય પહેલા ચૂંટણી માટે તૈયાર રહેવું પડશે.
જે ૧૦ રાજ્યોમાં ગયા વર્ષે નવી સરકારોની રચના કરવામાં આવી હતી ત્યાં ૨૦૨૮માં ફરીથી ચૂંટણી થશે અને નવી સરકારો લગભગ એક વર્ષ કે તેનાથી ઓછા સમય માટે સત્તામાં રહેશે. આ રાજ્યો હિમાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, કર્ણાટક, તેલંગાણા, મિઝોરમ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન છે.
ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાતમાં ૨૦૨૭માં ચૂંટણી યોજાવાની છે, એટલે કે ૨૦૨૭માં આ રાજ્યોમાં બનેલી સરકારો બે વર્ષ કે તેનાથી ઓછા સમય માટે ચાલશે. એ જ રીતે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને કેરળમાં ૨૦૨૬માં ચૂંટણી યોજાવાની છે. અહીં એવી સરકારો આવશે જે ત્રણ વર્ષ સુધી ટકી શકશે.
અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં, જ્યાં આ વર્ષે ચૂંટણી થઈ છે અથવા થઈ રહી છે, ત્યાં માત્ર એક જ સરકાર પાંચ વર્ષ સુધી ચાલી શકે છે.(૨૩.૫)
૨૨ રાજ્યોમાં અગાઉથી ચૂંટણી યોજવી પડશે
નવી દિલ્હી, તા.૧૯: વન કન્ટ્રી વન ઈલેક્શનના અમલ સાથે ૨૨ રાજ્યો એવા છે જ્યાં સમય પહેલા ચૂંટણી યોજવી પડશે. વન નેશન વન ઈલેક્શનના અમલ પછી બિહાર, કર્ણાટક, દિલ્હી, ગોવા, આસામ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરળ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, પુડુચેરી, પંજાબ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળમાં વહેલી ચૂંટણી યોજવી પડશે. એક દેશ એક ચૂંટણીના અમલથી ઓડિશા, આંધ્રપ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ પર કોઈ અસર નહીં થાય. અહીં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ રહી છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
