<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૨:- ‘‘ અથવા જયારે કયારેક અંતઃ શ્વાસ અને બહિર્શ્વાસ એક બીજામાં વિલીન થાય છે, એ ક્ષણમાં ઉર્જારહિત, ઉર્જાપૂરિત કેન્‍દ્રને સ્‍પર્શ કરો''

આપણે કેન્‍દ્ર અને પરિધમાં વિભાજિત છીએ. શરીર પરીધ છે. આપણે શરીરને પરિધને જાણીએ છીએ. પરંતુ આપણું કેન્‍દ્ર કયાં છે તે જાણતા નથી. જયારે બહિશ્વસિ અંતઃ શ્વાસમાં ભળે છે, જયારે તેઓ એક બની જાય છે. જયારે તમે એમ કહી શકતા નથી કે આ અંતર્શ્વાસ છે કે બહિર્શ્વાસ છે,  જયારે એ બતાવવું મુશ્‍કેલ થાય છે કે શ્વાસ ભીતર જઇ રહ્યો છે કે બહાર જઇ રહ્યો છે, જયારે શ્વાસ ભીતર પ્રવેશ  કરીને બહારની બાજુ વળે છે. ત્‍યારે વિલયની ક્ષણ છે. ત્‍યારે શ્વાસ ના ભીતર જતો હોય છે કે ના બહાર જતો હોય છે. ત્‍યારે શ્વાસ ગતિહીત છે. જયારે તે બહાર જતો હોય છે. ત્‍યારે ગતિમાન છે. જયારે અંદર આવતો હોય છે ત્‍યારે પણ ગતિમાન હોય છે. ત્‍યારે તમે કેન્‍દ્રની પાસે છો. અંદર આવનાર અને બહાર જનાર શ્વાસોનું આ વિલય બિન્‍દુ તમારૂ કેન્‍દ્ર છે.

એને આ રીતે જુઓ. જયારે શ્વાસ ભીતર આવે છે તો કયા જાય છે? તે તમારા કેન્‍દ્રમાં જાય છે અને જયારે બહાર જાય છે. તો કયા જાય છે? ત્‍યારે કેન્‍દ્રથી બહાર જાય છે. આ કેન્‍દ્રને સ્‍પર્શ કરવાનું છે આ જ કારણ છે કે તાઓવાદી સંતો  અને ઝેન સંતો કહે છે કે મસ્‍તક તમારૂ કેન્‍દ્ર નથી, નાભિ તમારૂ કેન્‍દ્ર છે. શ્વાસ નાભિમાં જાય છે પછી ત્‍યાંથી પાછો ફરે છે. પાછી ફરીને એની યાત્રા ચાલુ રહે છે.

શિવ કહે છે- ‘‘ જયારે કયારેક અંતઃ શ્વાસ અને બહિર્શ્વાસ એક બીજામાં વિલીન થાય છે એ ક્ષણમાં ઊર્જાપુરિત, કેન્‍દ્રને સ્‍પર્શ કરો''

શિવએક બીજાના વિરૂધ્‍ધના શબ્‍દોનો ઉપયોગ કરે છે- ઊર્જારહિત, ઊર્જાપુરિત. તે ઊર્જા રહિત છે. કારણ કે તમારૂ શરીર અને તમારૂ મન એને ઊર્જા આપી શકતા નથી. ત્‍યાં તમારા શરીરની અને મનની ઊર્જા નથી એટલે માટે જયાં સુધી તમારો તાદાત્‍મ્‍યનો  સંબંધ છે તે ઊર્જા રહિત છે. પરંતુ તે ઊર્જા પુરિત છે કારણ કે એને ઊર્જાનો જાગતિક સ્‍ત્રોત ઉપલબ્‍ધ છે.

તમારા શરીરની ઊર્જા તો ઇંધણ છે- પેટ્રોલ જેવી. તમે જે ખાઓ પીવો છો એનાથી ઊર્જા બને છે. ખાવા-પીવાનું બંધ કરી દો તો મરી જશો. તરત નહી, ઓછામાં ઓછા ત્રણ મહિના લાગશે કારણ કે  તમારી પાસે પેટ્રોલનો એક ખજાનો પણ છે. તમે ધણી ઊર્જા ભેગી કરી છે. જે ઓછામાં ઓછી ત્રણ મહિના કામમાં આવશે. શરીર ચાલતુ રહેશે કેમ કે ઊર્જા જમા હતી અને કોઇ આકસ્‍મિક સમયે એનો ઉપયોગ થઇ શકે છે.  એટલા માટે શરીરની ઊર્જા ઇંધણ-ઊર્જા છે.

કેન્‍દ્રને ઇંધણ-ઊર્જા મળતી નથી. આ કારણ છે કે શિવ એને ઊર્જારહિત કહે છે. એ તમારા ખાવાપીવા ઉપર નિર્ભર નથી. તે જાગતિક સ્‍ત્રોત સાથે જોડાયેલુ છે. તે જાગતિક ઊર્જા છે. એટલા માટે શિવ એને ઊર્જારહિત, ઊર્જાપુરિત કેન્‍દ્ર કહે છે. જે ક્ષણે તમે એ કેન્‍દ્રનો અનુભવ કરશો કે જયાંથી શ્વાસ આવે-જાય છે અને જયાં વિલીન થાય છે, એ ક્ષણે તમે આત્‍મોપલબ્‍ધ થયા. (પ-૪)

- રજનીશના પ્રણામ

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:02 AM IST)