<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

૧૭ સપ્‍ટેમ્‍બર સુધીમાં નેટ ડાયરેક્‍ટ ટેક્‍સ કલેક્‍શન રૂ. ૧૦ લાખ કરોડ

ચાલુ નાણાકીય વર્ષમાં અત્‍યાર સુધી રૂ.૨.૦૫ લાખ કરોડથી વધુના રિફંડ જારી પર્સનલ ઇન્‍કમ ટેક્‍સ કલેક્‍શન રૂ.૫.૧૫ લાખ કરોડ

નવી દિલ્‍હી, તા.૧૯: ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૭ સપ્‍ટેમ્‍બર સુધી નેટ ડાયરેક્‍ટ કલેક્‍શન ૧૬.૧૨ ટકા વધીને ૯.૯૫ લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે.

બુધવારે જારી સત્તાવાર આંકડાઓ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં અત્‍યાર સુધી  ૨.૦૫ લાખ કરોડ રૂપિયાથી વધુના રિફંડ જારી કરવામાં આવ્‍યા છે. જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૫૬.૪૯ ટકા વધારે છે.

એક એપ્રિલથી ૧૭ સપ્‍ટેમ્‍બરની વચ્‍ચે નેટ પર્સનલ ઇન્‍કમ ટેક્‍સ (પીઆઇટી) કલેક્‍શન ૧૯ ટકા વધીને ૫.૧૫ લાખ કરોડ રૂપિયા થઇ ગયો છે. કોર્પોરેટ ટેક્‍સ કલેક્‍શન ૧૦.૫૫ ટકા વધીને ૪.૫૨ લાખ કરોડ રૂપિયાથી વધારે થઇ ગયો છે.

સિકયુરિટીઝ ટ્રાન્‍ઝેકશન ટેક્‍સ (એસટીટી)ની આવક ૨૬,૧૫૪ કરોડ રૂપિયા રહી છે. રિફંડ ઉમેરવામાં આવ્‍યા પછી ચાલુ નાણાકીય વર્ષમાં અત્‍યાર સુધી પીઆઇટી અને  કોર્પોરેટ ટેક્‍સનું નેટ કલેક્‍શન ૯,૯૫,૭૬૬ કરોડ રળપિયા રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧૬.૧૨ ટકા વધારે છે.

એડવાન્‍સ ટેક્‍સ કલેક્‍શન ૨૨.૬૧ ટકા વધીને ૪.૩૬ લાખ કરોડ રળપિયા થઇ ગયું છે. પીઆઇટી એડવાન્‍સ ટેક્‍સ કલેક્‍શનમાં ૩૯.૨૨ ટકાની વળદ્ધિ જોવા મળી છે. જ્‍યારે કોર્પોરેટ ટેક્‍સમાં ૧૮.૧૭ ટકાની વળદ્ધિ જોવા મળી છે.

ગ્રોસ ડાયરેક્‍ટ ટેક્‍સ કલેક્‍શન ૧૨.૦૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે જે ચાલુ નાણાકીય વર્ષમાં અત્‍યાર સુધીમાં ૨૧.૪૮ ટકાની વળદ્ધિ છે.

(11:37 AM IST)