તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Thursday, 19th September 2024
જુગાર રમતા હતા મુલાયમસિંહ યાદવ , જીતી હતી સાયકલ; AIMIM નેતાનું વિવાદી નિવેદન
AIMIMના પ્રદેશ અધ્યક્ષ શૌકત અલીએ સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ પર વાંધાજનક ટિપ્પણી કરતા કહ્યું કે મુલાયમ સિંહ જુગાર રમતા હતા અને જુગારમાં પહેલીવાર સાઈકલ જીત્યા હતા.

ઉત્તર પ્રદેશમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના પ્રમુખ શૌકત અલીએ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. શૌકત અલીએ કહ્યું કે મુલાયમ સિંહ જુગાર રમતા હતા, તેમણે પહેલીવાર જુગાર દ્વારા સાયકલ જીતી હતી. એટલા માટે તેમણે સાયકલને પોતાની પાર્ટીના ચૂંટણી ચિન્હ તરીકે રાખી હતી.
AIMIMના રાજ્ય અધ્યક્ષ શૌકત અલી એક જાહેર સભાને સંબોધવા મુરાદાબાદની કુંડારકી વિધાનસભા બેઠક પર પહોંચ્યા હતા જ્યાં તેમણે આ વાત કહી. સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ પર વાંધાજનક ટિપ્પણી કરતા શૌકત અલીએ કહ્યું કે મુલાયમ સિંહ યાદવ જુગાર રમતા હતા અને જુગારમાં પહેલીવાર સાઈકલ જીત્યા હતા. એટલા માટે તેમણે સમાજવાદી પાર્ટીનું ચૂંટણી ચિન્હ સાયકલ રાખ્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું.
ખરેખર, યુપીની દસ વિધાનસભા બેઠકો પર ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. AIMIM એ યુપી પેટાચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી યુપીમાં નગીના સાંસદ અને આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદ સાથે હાથ મિલાવવાના છે. જો આમ થાય છે તો તે સમાજવાદી પાર્ટીના પીડીએને મોટો ફટકો આપી શકે છે.
આ ગઠબંધનથી સૌથી વધુ નુકસાન સમાજવાદી પાર્ટીને થશે. કારણ કે આ ગઠબંધન સપાના પીડીએ ફોર્મ્યુલાને સીધું નુકસાન પહોંચાડી શકે છે. સાથે જ દલિતોને રીઝવવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસને પણ આના કારણે ઘણું નુકસાન થઈ શકે છે. યુપીમાં ગઠબંધનની તૈયારીઓ વચ્ચે AIMIM સક્રિય થઈ ગયું છે. AIMIM મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પર ઉમેદવારો ઉભા કરી શકે છે. આમાં એક બેઠક કુંડારકી પણ છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
