News of Thursday, 19th September 2024
ઓગસ્ટમાં ૬૭% ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે શેરબજાર કરતાં આપ્યુ વધુ વળતર
રોકાણકારો માલામાલ : ઓગસ્ટમાં એયુએમ ૨.૦૪ ટકા વધીને ૨૫.૬૪ લાખ કરોડ

મુંબઈ તા. ૧૯ : ભારતીય શેરબજાર છેલ્લા કેટલાક મહિનાથીᅠ તેજીથી આગળ વધી રહ્યું છે. અને રોકાણકારોને માલામાલ કર્યા છે. પરંતુ રીટર્ન આપવાના મામલે મ્યુચ્યુઅલ ફંડેᅠ નિફટીᅠજેવા કોઈ બેંચમાર્કનેᅠપાછળ મૂકી દીધા છે.ᅠ
ᅠપીએલᅠવેલ્થ મેનેજમેન્ટ દ્વારા કરેલાᅠએક સર્વેમાં ૨૮૩ ઓપન ઈન્ડેડᅠઇકવીટી ડાયવર્સીફાઇડᅠફંડોનું વિશ્લેષણ કરવામાં આવ્યું. અને જાણવા મળ્યું છે કે તેમાંથી ૬૭ ટકાએ તેમના સંબંધિત બેન્ચમાર્ક થી સારું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જયારેᅠગયા મહિને એટલે કે જુલાઈમાં ફક્ત ૩૯ ટકા યોજનાઓ તેમના બેચમાર્કનેᅠમાત આપવામાં સફળ રહ્યું હતું. ઓગસ્ટમાં પ્રબંધન હેઠળ એયુએમ ૨.૦૪ ટકા વધીને ૨૫.૬૪ લાખ કરોડ રૂપિયા થઇᅠગયા. મીડ કેપ ફંડ સૌથી સારું પ્રદર્શન કર્યું. ત્યારબાદ ફોક્સ્ડᅠફંડની યોજનાઓનુંᅠસ્થાન રહ્યું. જેનેᅠતેમનાᅠસંબંધિત બેચમાર્કથીᅠ૭૫ ટકા યોગ્ય પ્રદર્શન કર્યું.ᅠ ᅠ
રોકાણ જેટલું લાંબુ છે, તેટલો વધુ નફો મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન આપે છે. નાણાકીય સલાહકારો ઓછામાં ઓછા ૭ થી ૧૦ વર્ષ માટે SIP ચલાવવાની ભલામણ કરે છે. જો ધ્યેય મોટું છે અને તેના માટે સમય છે, તો તમે ૧૦ થી ૧૫ વર્ષ સુધી લ્ત્ભ્ ચાલુ રાખી શકો છો.
જોકે, લાર્જ કેપ ફંડ્સનું પ્રદર્શન અન્ય ક્ષેત્રો કરતાં ઓછું રહ્યું છે. જેમાં માત્ર ૫૫્રુ ફંડ્સે બેન્ચમાર્ક કરતાં વધુ પ્રદર્શન કર્યું હતું. PL વેલ્થ મેનેજમેન્ટે રોકાણકારોને તેમના SIP રોકાણને વળગી રહેવા અને લાંબા ગાળા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે. SIP એ છેલ્લા ૩ વર્ષમાં સરેરાશ ૧૫્રુ થી વધુ વાર્ષિક વળતર આપ્યું છે. મોતીલાલ ઓસ્વાલ લાર્જ કેપ ફંડ, બંધન લાર્જ કેપ ફંડ અને એચએસબીસી લાર્જ કેપ ફંડ ટોચના પ્રદર્શન કરતા ફંડ્સમાં સામેલ હતા.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
