<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આજથી, ૨૨ જાન્યુઆરીથી પર્વતો પર બરફવર્ષા શરૂ થશે. વરસાદી ગતિવિધિઓ ૨૩ જાન્યુઆરી સુધી ચાલુ રહી શકે છે. : પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. : આ સમયે, ઉત્તર ભારતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહે છે, જેના કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. : ૨૪ જાન્યુઆરીથી તાપમાન ઘટવાનું શરૂ થશે અને ૨૬ જાન્યુઆરીએ ફરી એકવાર ઠંડીનો અનુભવ થશે. : દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સુધી ઘટી જશે. : દક્ષિણ ભારતમાં હવામાન લગભગ શુષ્ક રહેશે, પરંતુ તમિલનાડુમાં ખૂબ જ હળવો વરસાદ થવાની સંભાવના છે: સ્કાયમેટનો વર્તારો10:34 PM IST

અમેરિકામાં પ્રેસિડેન્ટ જો તાકાત વાળા હોત તો યુક્રેન યુદ્ધ થયું ન હોત: રશિયાને વાટાઘાટોના ટેબલ ઉપર આવવા અને નહીં તો પ્રતિબંધો માટે તૈયાર રહેવા ટ્રમ્પની ચીમકી : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધ અંગે વાટાઘાટો કરવા ટેબલ પર નહીં આવે તો અમે રશિયા પર પ્રતિબંધો લાદીશું. : તેમણે કહ્યું કે હું ગમે ત્યારે રશિયન પ્રેસિડેન્ટને મળવા માટે તૈયાર છું. પરંતુ જો પુતિન યુક્રેન મુદ્દા પર વાટાઘાટોના ટેબલ પર નહીં આવે તો રશિયા પર પ્રતિબંધો લાદવામાં આવશે. : તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધ શરૂ કરવાની જરૂર જ નહોતી. જો અમેરિકામાં પ્રમુખ સક્ષમ, શક્તિશાળી હોત તો આ યુદ્ધ ન થયું હોત.9:31 AM IST

ગુજરાત સરકારની આગવી પહેલ : લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યમાં નવી ૬૦૭ આંગણવાડી-નંદઘરનું નિર્માણ કરાશે : ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી નિર્માણ કાર્યનો ડિજિટલ શુભારંભ કરાવ્યો નાણાંમંત્રી-ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ, મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ : રાજ્ય સરકારના સાહસ GSPC તથા તેની ગ્રુપ કંપનીઓ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR અંતર્ગત આંગણવાડીઓનું અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ થશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @ ૨૦૪૭ના કરેલા નિર્ધારમાં વિકસિત ગુજરાતથી અગ્રીમ રહેનારી ભાવિ પેઢીનો મજબૂત પાયો નાખવાનું કામ આંગણવાડી કેન્દ્રો કરશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :બાળકને આંગણવાડીમાં નિયમિત આવવાની પ્રેરણા થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ બનાવીએ : ભાવિ પેઢીના ઘડતરનું ઉમદા કર્તવ્ય પોઝિટિવ - સકારાત્મક અભિગમથી નિભાવીને સમાજહિતની મળેલી તક સાર્થક કરીએ : અદ્યતન-સુવિધાસભર-ગુણવત્તાયુક્ત આંગણવાડીઓના નિર્માણ માટે રાજ્ય સરકાર પૂરતું ભંડોળ આપવા તત્પર 4:05 PM IST

આણંદપર ખાતેની કરોડોની ખેતીની જમીનમાં વારસાઇના બહાને બહેનોના નામ કમી કરાવી બીજાને વેંચી નંખાઇ! : પાંજરાપોળ મેલડી માતાના મંદિર પાસે રહેતાં વૃધ્‍ધા શાંતાબેન સોલંકીની ભાઇઓના વારસદારો વિરૂધ્‍ધ ફરિયાદ પોલીસ કમિશનરને થયેલી લેખિત ફરિયાદમાં ખરીદનાર બિલ્‍ડર પરેશ ગજેરા સહિત ૨૩ જણાના નામો શાંતાબેનને ભાઇઓએ કહ્યું- આપણી ખેતીની જમીનમાં વારસાઇ કરવાની છે, તેમાં તમારા અંગુઠાનું નિશાન કરવાનું છે,તેથી બધી જમીન આપણા ખાતામાં આવી જાયઃ શાંતાબેન અંગુઠો મારી દીધા પછી ખબર પડી કે બારોબાર રેવન્‍યુ રેકર્ડમાંથી તેમનું નામ પણ કમી કરાવી નખાયું છેઃ કબુલાતનામુ આપ્‍યુ નથી છતાં રેવન્‍યુમાં એન્‍ટ્રી પડાવી લીધી3:21 PM IST

વિશ્‍વસનીય એવી શ્રી પંચનાથ હોસ્‍પિટલનો પાંચમાં વર્ષમાં પ્રવેશ : છેલ્લા ચાર વર્ષ દરમયાન કુલ ૧૯૨૧૪૫૩ જેટલા દર્દીઓએ મુલાકાત લઇને હોસ્‍પિટલમાં નિદાન/ સારવાર કરવામાં આવેલ : ડાયગ્નોસ્‍ટિક વિભાગમાં માત્ર રૂા.૧૦માં એમ.બી.બી.એસ ડોકટર દ્વારા નિદાન તેમજ માત્ર રૂપિયા ૫૦માં ફિઝિશિયન, ગાયનેક, નાક ,કાન, ગળા,જનરલ સર્જન , બાળકોના ડોકટર, ચામડીના કેન્‍સર, આંખના ડોકટર, ઓર્થોપેડિક ડોકટર, કિડનીના ડોકટર દ્વારા નિદાન કરવામાં આવે છે : છેલ્લાં ચાર વર્ષમાં કુલ ૯૬૮૩ દર્દીઓ દાખલ થઇ અતી રાહત દરે સારવારનો લાભ લીધોઃ છેલ્લાં ચાર વર્ષમાં કુલ ૬૨૭૦ દર્દીઓ એ ઇમરજેંસી વિભાગમાં અને કુલ ૬૭૪૮ આંખના, ઓર્થોપેડીક, ગાયનેક, ન્‍યુરો, યુરોલોજીસ્‍ટ, જનરલ કાન નાક ગળાના ઓપરેશન થયેલ છે10:26 AM IST