<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

એવું તો શું થયું કે અમિતાભ બચ્ચને માફી માંગી ? સ્વચ્છતા અભિયાન માટે શેયર કરેલો જુઓ વિડિઓ

વીડિયોમાં તેઓ 'કચરા' શબ્દ ખોટું ઉચ્ચરણ લેવાઈ ગયું. મરાઠીમાં આ શબ્દનું ઉચ્ચારણ ખોટું થઈ ગયું: ભૂલ સુધારતા ફેન્સ થયા ફિદા .

મુંબઈ :અમિતાભ બચ્ચનને એક ભૂલના કારણે માફી માંગવી પડી. એવું તો શું થયું કે બીગ બીને માફી માંગવી પડી? અમિતાભ બચ્ચને તાજેતરમાં જ સ્વચ્છતા અભિયાન માટે એક વિડીયો શેયર કર્યો હતો. જેમાં તેઓ મરાઠીમાં વાત કરતા દેખાઈ રહ્યા હતા. પરંતુ ભૂલથી એક શબ્દનું ખોટું ઉચ્ચારણ લેવાઈ ગયું. આ પછી તેને પોતાની ભૂલ સમજાઈ ત્યારે તમને ફેંસ સાથે એક નવો વિડીયો શેયર કર્યો. જેમાં તેમણે દરેક પાસેથી માફી માંગી અને પોતાની ભૂલ સુધારવાનું કહ્યું હતું  

તાજેતરમાં જ અમિતાભ બચ્ચને ફેંસને જાગૃત કરવા માટે એક વિડીયો શેયર કર્યો હતો. જેમાં તે ફેંસને સ્વચ્છતાને લઈને જાગૃત કરી રહ્યા હતા, પરંતુ આ વીડિયોમાં તેઓ 'કચરા' શબ્દ ખોટું ઉચ્ચરણ લેવાઈ ગયું. મરાઠીમાં આ શબ્દનું ઉચ્ચારણ ખોટું થઈ ગયું.

  આ વિડીયો બાદ તેમના મિત્ર સુદેશ ભોસલેએ તેમને આ શબ્દના ખોટા ઉચ્ચારણ વિશે જણાવ્યું. અને જેવી જ તેમને પોતાની ભૂલની ખબર પડી ત્યારે તરત જ ભૂલ સુધારી. નવો વિડીયો શેયર કરીને બીગ બી કહે છે કે, 'મને મારા મિત્રે જણાવ્યું કે 'કચરા' શબ્દનું મેં મરાઠીમાં ખોટું ઉચ્ચારણ કર્યું છે. એટલા માટે મેં આ નવો વિડીયો બનાવ્યું છે. અને હું મારી ભૂલ સુધારું છું.'  

 અમિતાભ બચ્ચનના આ અંદાજને ફેંસે ખુબ પસંદ કર્યો. ફેંસે કહ્યું કે આવું માત્ર બીગ બી જ કરી શકે છે. જે દરકે નાની નાની વાતનું ધ્યાન રાખી શકે છે. ભૂલ થાય તો તરત સુધારે અને વર્કફ્રંટની વાત કરીએ તો તેમને છેલ્લે કલ્કી ફિલ્મમાં જોવા મળ્યા હતા.  

કલ્કીએ બોક્સ ઓફિસ પર જબરદસ્ત બિઝનેસ કર્યો હતો. તેમાં અમિતાભ બચ્ચન સિવાય પ્રભાસ, કમલ હસન અને દીપિકા પાદુકોણ પણ લીડ રોલમાં હતી. પરંતુ અમિતાભ બચ્ચનની એક્શન અને કામના ખુબ વખાણ થયા હતા.

(7:44 PM IST)