News of Thursday, 19th September 2024
ભારતમાં ૭૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી
૫૪ ટકા લોકો છોડવા માગે છે પોતાની નોકરીઃ ફિનટેક સેક્ટરમાં ૪૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ છે તો વળી ૬૦ ટકા લોકો પોતાની નોકરીથી નાખુશ છે

નવી દિલ્હી, તા.૧૯
હાલમાં જ આવેલા એક રિપોર્ટે ખુલાસો કર્યો છે કે દેશમાં ૭૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી. એટલે કે દેશમાં ૧૦માંથી ૭ લોકો પોતાની નોકરીથી ખુશ નથી. તો વળી અડધાથી વધારે લોકો પોતાની નોકરી છોડવા માગે છે. દેશના અલગ અલગ ભાગ અને ઈન્ડસ્ટ્રી સેક્ટરમાં મહિલા-પુરુષ કર્મચારીની વચ્ચે તેમની જોબને લઈને હેપીનેસમાં ખૂબ જ અંતર છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સૌથી વધારે પોતાની નોકરીથી નાખુશ લોકો છે ફિનટેક સેક્ટરમાં. ફિનટેક સેક્ટરમાં ૪૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ છે તો વળી ૬૦ ટકા લોકો પોતાની નોકરીથી નાખુશ છે. તો વળી બાયોટેક્નોલોજી સેક્ટરમાં ફક્ત ૩૯ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ છે અને આઈટી સેક્ટરમાં ૩૮ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ છે. રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ૨૦ ટકા લોકો જ પોતાની નોકરીથી ખુશ છે, બાકીના ૮૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી.
દેશમાં ૫૪ ટકા લોકો પોતાની નોકરી છોડવા માગે છે, તેનું કારણ વર્કપ્લેસ પર કોન્ફ્લિક્ટ, સહકર્મીઓના સાથ સહયોગમાં મોટી અડચણ છે. ૬૨ ટકા કર્મચારી કામ પર પોતાના વિચારો ખુલીને વ્યક્ત કરી શકતા નથી. સ્વતંત્ર રીતે મત રજૂ કરવામાં અસમર્થ એક નેગેટિવ વર્ક કલ્ચર કર્મચારીઓને અલગ અનુભવ કરાવે છે. આ ઉપરાંત જોબના કારણે અમુક લોકોને પર્સનલ ઈન્ટરેસ્ટ માટે સમય મળતો નથી. જેના કારણે લોકો પોતાની નોકરી છોડવા માગે છે.
૨૮-૪૪ એજ ગ્રુપમાં નોકરી છોડવાનો ઈરાદો સૌથી વધારે છે. ૨૮-૪૪ એજ ગ્રુપના ૫૯ ટકા લોકો નોકરી છોડવા માગે છે. મિલેનિયલ્સ હંમેશા કોન્ફ્લિક્ટના કારણે જોબ મેટ્સ સાથે કામ કરતા ભાગે છે. ૬૩ ટકા મિલેનિયલ્સને કામ પર તેમના યોગદાનને વખાણ અને સન્માન મળતું નથી. સાથે જ ૫૯ ટકા મિલેનિયલ્સ પોતાના રસના કારણે સમય કાઢી શકતા નથી. આ તમામ કારણોથી લોકો પોતાની નોકરીઓથી ખુશ નથી.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
