News of Friday, 20th September 2024
બિડેન સાથે વાત,ટ્રેમ્પ સાથે મુલાકાત :અમેરિકાની ચૂંટણી પહેલા પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ શા માટે ખાસ છે?
બંને દેશો વચ્ચેની ભાગીદારી ન માત્ર વૈશ્વિક મંચ પર મજબૂત થશે પરંતુ દ્વિપક્ષીય સંબંધો માટે કેટલીક નવી જાહેરાતો પણ થશે

નવી દિલ્હી આ સપ્તાહના અંતમાં વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થવાની છે. આમાં બંને દેશો વચ્ચેની ભાગીદારી ન માત્ર વૈશ્વિક મંચ પર મજબૂત થશે પરંતુ દ્વિપક્ષીય સંબંધો માટે કેટલીક નવી જાહેરાતો પણ થશે
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે કે મોદી અને બિડેન વચ્ચેની બેઠક ક્વાડ બેઠક ઉપરાંત હશે, જ્યાં ભારત અને અમેરિકા વચ્ચે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક અને ડ્રગ ફ્રેમવર્ક પરના બે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે
પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ અને જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. પીએમ મોદી અન્ય કેટલાક દેશોના વડાઓને પણ મળે તેવી શક્યતા છે. જો કે, વિદેશ સચિવે એ વિશે સ્પષ્ટપણે કંઈ કહ્યું ન હતું કે તેઓ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને મળશે કે કેમ.
મિસરીએ કહ્યું કે પીએમ મોદીની ઘણી બેઠકો થવાની છે અને તે તમામને હવે અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. અત્યારે હું કોઈ ચોક્કસ મીટિંગ વિશે કંઈપણ કહેવાની સ્થિતિમાં નથી. સમયનું પણ ધ્યાન રાખવું પડશે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે એક દિવસ પહેલા પોતાની એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે પીએમ મોદી તેમને મળવા આવી રહ્યા છે. રેલીમાં ટ્રમ્પે ભારતની વેપાર નીતિની આકરી ટીકા કરી હતી પરંતુ ભારતીય પીએમ મોદીને અદ્ભુત વ્યક્તિ ગણાવ્યા હતા.
પીએમ મોદીની આ અમેરિકા મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકાના સંબંધોમાં ઘણુ બધુ ચાલી રહ્યું છે. મિસરીએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે સહયોગને લઈને 50 સ્તરે વાતચીતના અલગ-અલગ રાઉન્ડ ચાલી રહ્યા છે. માનવામાં આવે છે કે મોદી અને બિડેન વચ્ચેની બેઠકમાં પન્નુનો મુદ્દો પણ સામે આવશે. પીએમ મોદીની તાજેતરની રશિયા અને યુક્રેનની મુલાકાતની માહિતી પણ શેર કરવામાં આવશે.
બીજી તરફ, અમેરિકાએ પણ બુધવારે કહ્યું છે કે ક્વાડ પહેલા કરતા વધુ વ્યૂહાત્મક રીતે એકીકૃત અને પ્રાસંગિક બની ગયું છે. વ્હાઇટ હાઉસ ખાતે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ માટે વ્યૂહાત્મક સંચાર નિર્દેશક જોન કિર્બીએ કહ્યું કે અમે માનીએ છીએ કે આ સમિટમાં તમે જોશો કે ક્વાડ પહેલા કરતા વધુ વ્યૂહાત્મક રીતે એકરૂપ અને પ્રાસંગિક બની ગયું છે.આગામી ક્વાડ સમિટનું આયોજન ભારતમાં કરવામાં આવશે.
ક્વાડ મીટિંગ દરમિયાન કેન્સર સામે લડવાની મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરવામાં આવશે. ક્વોડ દેશોના નેતાઓ તેનું અનાવરણ કરશે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ અંગે પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી. આ પહેલ મીટીંગની બાજુમાં કેન્સર પરના એક કાર્યક્રમમાં શરૂ કરવામાં આવશે. .
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
