<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

કટિહાર જિલ્લાના ગામના લોકો પીએમ મોદીને માને છે ભગવાનનો અવતાર : મંદિર બનાવી દરરોજ કરે છે પૂજા પાઠ

આ ગામના લોકોમાં પ્રધાનમંત્રી મોદીને લઈને ખાસ દિવાનગી છે કે અમુક લોકો પોતાના બાળકોના નામ પ્રધાનમંત્રીના નામ પર રાખે છે

કટિહાર તા. ૨૦ : દેશની રાજનીતિમાં મોદી મૈજિક પ્રભાવી હોય કે ન હોય, એ ચર્ચાનો મુદ્દો હોય શકે પણ દેશની જનતા વચ્‍ચે પીએમ મોદી પ્રત્‍યે દિવાનગી હજુ પણ અડગ છે. આવું અમે એટલા માટે કહી શકીએ કે પ્રધાનમંત્રી મોદીના જન્‍મદિવસ પર બંગાળથી અડીને આવેલા કટિહાર જિલ્લાના અંતરિયાળ ગામ સિંગારોલ આનંદપુરમાંથી જે તસવીર સામે આવી છે, તેના પરથી મોદી ક્રેઝ સમજી શકાય.

કટિહાર જિલ્લાના સિંગારોલ આનંદપુર ગામના લોકો પ્રધાનમંત્રી મોદીને ભગવાન રામનો અવતાર માને છે. ગામના મંદિરમાં બજરંગબલીની મૂર્તિની બાજુમાં પીએમ મોદીની મૂર્તિ સ્‍થાપિત કરી છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના દિવાનાની ટોળી ખાસ અંદાજમાં પીએમ મોદીનો જન્‍મ ઉજવે છે. પીએમ મોદી માટે દિવાનગી વિશે જેટલી પણ વાતો સાંભળશો નવાઈ લાગશે.

જયારે વાત પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસની આવે તો સિંગારોલ આનંદપુરના ગામલોકો પીએમ મોદીની પ્રતિમાની આરતી ઉતારીને શંખ વગાડીને સેલિબ્રેટ કરે છે. અહીંના લોકો પ્રધાનમંત્રી મોદીના નામનો કેક કાપીને પીએમ મોદીનો જન્‍મદિવસ ઉજવ્‍યો હતો.

કટિહાર જિલ્લાના સિંગારોલ આનંદપુર ગામના લોકો પીએમ મોદીની પૂજા ભગવાન તરીકે કરે છે. ટીનના શેડથી બનાવેલા એક મંદિરમાં બજરંગબલી સાથે માટીમાંથી બનાવેલી પીએમ મોદીની પ્રતિમાને સ્‍થાપિત કરીને દરરોજ પૂજાપાઠ કરે છે. આ ગામના લોકો પીએમ મોદીને ભગવાન રામનો અવતાર કેમ માને છે, તેના વિશે વાત કરતા જણાવે છે કે, પીએમ મોદી પ્રત્‍યે તેમને શ્રદ્ધા છે.

આ ગામના અરવિંદ સાહ અને પોલી દેવીની વાત માનીએ તો, ૨૦૧૪માં નરેન્‍દ્ર મોદી પ્રધાનમંત્રી બન્‍યા બાદ આ ગામમાં વીજળી, રસ્‍તા, શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ આ ગામ લોકો સુધી પહોંચી. એટલા માટે છેલ્લા આઠ વર્ષથી ગામલોકો તેમને રામનો અવતાર માનીને મંદિરમાં બજરંગબલીની બાજુમાં તેમની મૂર્તિ રાખીને પૂજા પાઠ કરે છે.

પંચાયતના સરપંચ લલન વિશ્વાસ કહે છે કે, ‘આ ગામના લોકોમાં પ્રધાનમંત્રી મોદીને લઈને ખાસ દિવાનગી છે કે અમુક લોકો પોતાના બાળકોના નામ પ્રધાનમંત્રીના નામ પર રાખે છે. આ ગામમાં પીએમ મોદીના નામથી એક ચોક પણ આવેલો છે. જે અહીંના લોકોના પ્રેમ વ્‍યક્‍ત કરે છે.'

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસ પર અહીંના ગામલોકો ભગવાનને પ્રાર્થના કરે છે કે, પીએમ મોદીનું આયુષ્‍ય લાંબુ અને આગળ જતાં પણ તેઓ દેશ અને સમાજની સેવા કરે છે. ગામલોકોની ઈચ્‍છા છે કે પીએમ મોદી એક વાર તેમના ગામમાં ચોક્કસ આવે.

(9:41 AM IST)