તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
જુદા-જુદા સ્થળે લઇ જઇ સગીરા પર ભુવાએ આચર્યું દુષ્કર્મ
સગીરાએ કહી હચમચી જવાય એવી આપવીતી : ચાણસ્મા પોલીસ મથકે પોસ્કો અને બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધવા અંગેની ફરિયાદ નોંધાવા પામી છે

પાટણ તા. ૨૦ : ચાણસ્મા પંથકમા બની બેઠેલા લંપટ ભુવાનો એક સગીર વયની દીકરી શિકાર બની છે. લંપટ ભુવાએ એક સગીર વયની દીકરી પર નજર બગાડી તેનો પીછો કરી તેને ઉઠાવી ગાડીમાં લઇ જઈ તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું છે. એટલું જ નહીં, તેના કેટલાક ફોટા અને વીડિયો ઉતારી વાયરલ કરી ફરાર થઇ જતા પરિવાર જનોએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી દુષ્ટ ભુવાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ચાણસ્મા પોલીસ મથકે પોસ્કો અને બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધવા અંગેની ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં મહેસાણા તાલુકાના ઉચરપી ગામના ભગાભાઈ ચૌધરી (ભુવાજી) જેને એક સગીરાના ગામમાં અવાર નવાર હવન પ્રસંગે આવતો જતો હતો. જેણે આ સગીરા પર નજર બગાડીને તેનો પીછો કરતો હતો, અને આ સગીરાને તેના મા-બાપને જાન થી મારી નાખીશ તેવી ધમકી આપી સગીરાને તેની ગાડીમાં બળજબરી પૂર્વક બેસાડીને અપહરણ કરીને લઈ ગયો હતો.
ત્યારબાદ હવસખોર ભૂવાએ સગીરાના મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી તેના ફોટા અને વિડિઓ વાયરલ કર્યા. જે અંગેની ફરિયાદ ચાણસ્મા પોલીસ મથકે નોંધાવા પામી છે. આ પ્રકારની ગંભીર ફરિયાદને લઈને પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી બની બેઠેલા દુષ્ટ ભુવાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
