<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

RG કાર હોસ્‍પિટલના જુ. ડોક્‍ટરો કામ પર પરત ફરશે : હડતાળનો અંત

શનિવારથી તમામ ડોક્‍ટરો કામ પર પાછા ફરશે અને પૂરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત લેશે અને લોકોને મદદ કરશે

કોલકાતા તા. ૨૦ : કોલકાતાની ઘટના બાદથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોક્‍ટરોએ કામ પર પરત ફરવાની જાહેરાત કરી છે. જો કે, ડોકટરો માત્ર આવશ્‍યક સેવાઓ માટે જ કામ કરશે. તેમણે હડતાળનો આંશિક અંત લાવવાની જાહેરાત કરી છે. આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોકટરો સાથેની અત્‍યાચાર સામે જુનિયર રેસિડેન્‍ટ ડોકટરો ૯ ઓગસ્‍ટથી વિરોધ કરી રહ્યા હતા. મમતા સરકાર તેમની પાસેથી કામ પર પાછા ફરવાની સતત માંગ કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે પણ ડોક્‍ટરોને કામ પર પાછા ફરવાનું કહ્યું હતું.

જુનિયર ડોકટરોએ શુક્રવાર ૨૦ સપ્‍ટેમ્‍બરથી સ્‍વાસ્‍થ્‍ય ભવન અને કોલકાતામાં ચાલી રહેલા વિરોધને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. શનિવારથી તમામ ડોક્‍ટરો કામ પર પાછા ફરશે અને પૂરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત લેશે અને લોકોને મદદ કરશે. સંપૂર્ણ ૪૧ દિવસ પછી, ડોકટરો આવશ્‍યક સેવાઓ પર પાછા ફરશે.

વિરોધ કરી રહેલા ડોકટરોના સંગઠનના સભ્‍ય ડો.અસફાકે કહ્યું કે અમે અહીંથી વિરોધ પાછો ખેંચી રહ્યા છીએ અને શુક્રવારે બપોરે ૩ વાગ્‍યા સુધી સીબીઆઈ ઓફિસ સુધી રેલી કાઢીશું. સીબીઆઈએ હત્‍યા અને બળાત્‍કારના કેસ ઝડપી બનાવવાની જરૂર છે. અમે શનિવારથી કામ પર પાછા ફરીશું કારણ કે પૂર છે અને અમારે લોકોને મદદ કરવી પડશે. પરંતુ અમારી તમામ મેડિકલ કોલેજોમાં વિરોધ મંચ છે, જયાં અમે પણ બેસીશું. અમે શનિવારથી અમારી તમામ આવશ્‍યક સેવાઓ શરૂ કરીશું. આવશ્‍યક સેવાઓ હેઠળ આવતી તમામ સેવાઓનું ધ્‍યાન રાખવામાં આવશે.

વિરોધ કરી રહેલા ડોકટરોએ કહ્યું કે તેઓ ઓપીડીમાં કામ નહીં કરે, પરંતુ ઇમરજન્‍સી અને આવશ્‍યક સેવાઓમાં આંશિક રીતે કામ કરશે. ડોક્‍ટરોએ કહ્યું, ‘અમે શુક્રવારે CBI ઓફિસ તરફ કૂચ કર્યા પછી સ્‍વાસ્‍થય ભવન બહાર અમારું વિરોધ પાછું ખેંચી લઈશું. પヘમિ બંગાળ સરકારે આપેલા તમામ વચનોના અમલ માટે અમે એક અઠવાડિયા સુધી રાહ જોઈશું અને જો તે પૂરા નહીં થાય તો અમે અમારો વિરોધ કરીશું. કામ બંધ કરશે ન્‍યાય માટેની અમારી લડાઈ હજી પૂરી થઈ નથી.

કોલકાતાની ઘટનાના વિરોધમાં જુનિયર ડોક્‍ટરોના સંગઠનોએ હડતાળનું એલાન કર્યું હતું. જેના કારણે બંગાળની આરોગ્‍ય સેવાઓ ખોરવાઈ ગઈ હતી. હડતાળ પર બેઠેલા જુનિયર ડોકટરોની ૫ માંગણીઓ હતી જેમાંથી મમતા સરકારે ૩ માંગણી સ્‍વીકારી હતી. ખુદ સીએમ મમતા બેનર્જીએ ડોક્‍ટરોના પ્રતિનિધિમંડળ સાથે વાત કર્યા બાદ આરોપીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્‍યું હતું.

મમતા બેનર્જીએ ડોકટરોની પાંચમાંથી ત્રણ માંગણીઓ સ્‍વીકારી અને તબીબી શિક્ષણ નિયામક અને આરોગ્‍ય સેવાઓના નિયામકને હટાવી દીધા. પોલીસ કમિશનર વિનીત ગોયલને પણ મંગળવારે હટાવીને નવા આઈપીએસ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી. આ સાથે કોલકાતા પોલીસના ડેપ્‍યુટી કમિશનર (ઉત્તર)ને પણ હટાવી દેવામાં આવ્‍યા હતા, જેમની સામે પીડિતાના પરિવારે લાંચ લેવાનો આરોપ લગાવ્‍યો હતો.

જુનિયર ડોકટરોએ આ

૫ માંગણીઓ મુકી હતી

૧- તાલીમાર્થી ડોક્‍ટર પર બળાત્‍કાર અને હત્‍યા પછી પુરાવાઓને ‘નષ્ટ' કરવા માટે જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવી જોઈએ અને તેમને સજા થવી જોઈએ.

૨- મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્‍સિપાલ ડો.સંદીપ ઘોષ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

૩- કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલ અને આરોગ્‍ય સચિવ નારાયણ સ્‍વરૂપ નિગમના રાજીનામાની માંગણી કરી.

૪- આરોગ્‍ય કર્મચારીઓ માટે વધુ સારી સુરક્ષા વ્‍યવસ્‍થા થવી જોઈએ.

૫- સરકારી આરોગ્‍ય સંસ્‍થાઓમાં ‘ધમકાવવાની સંસ્‍કૃતિ' નાબૂદ થવી જોઈએ.

૯ સપ્‍ટેમ્‍બરે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન CJIએ કહ્યું હતું કે ડોક્‍ટરોએ કામ પર પાછા ફરવું જોઈએ અને અમે તેમને પૂરી પાડવામાં આવતી તમામ સુવિધાઓ સુનિヘતિ કરીશું. જો તેઓ આમ નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્‍યો હતો કે પોલીસ એ સુનિヘતિ કરશે કે વિવિધ ડોકટરો સહિત તમામ ડોકટરોની સુરક્ષા સુનિヘતિ કરવા માટે જરૂરી પરિસ્‍થિતિઓ બનાવવામાં આવે.

(9:42 AM IST)