<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

CBDTએ અપીલના કેસમાં ઉપલી કોર્ટમાં પડકારવાની મર્યાદા વધારી

કરદાતાને રાહત આપતો નિર્ણય લેવાયો :હાઇકોર્ટમાં ડિપાર્ટમેન્‍ટ હારી જાય અને વેરાની ડિમાન્‍ડ રૂા. ૫ કરોડથી વધુ હોય તો જ સુપ્રીમ કોર્ટમાં જઇ શકાશે

નવી દિલ્‍હી,તા. ૨૦: સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સે આવકવેરાની ડિમાન્‍ડના કેસમાં ઉપલી ઓથોરીટીમાં એટલે કે કમિશનર અપીલના ચૂકાદા સામે એપેલેટ ટ્રિબ્‍યુનલમાં, ટ્રિબ્‍યુનલના ચૂકાદા સામે હાઈકોર્ટમાં અને હાઈકોર્ટના ચૂકાદા સામે સુપ્રીમ હું સુપ્રીમ કોર્ટમાં જવાની મર્યાદામાં વધારો કરી આપ્‍યો છે. પરિણામે વિવાદમાં અટવાયેલા કરદાતાઓને મોટી રાહત મળશે.

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સિસે ૧૭મી સપ્‍ટેમ્‍બરે એક પરિપત્ર કરીની ચૂકાદાને પડકારવાની મર્યાદા નક્કીકરી આપી છે. કમિશનર અપીલના ચૂકાદાને એપેલેટ ટ્રિબ્‍યુનલમાં પડકારવાની આવકવેરાની મર્યાદા રૂા. ૫૦ લાખની હતી તે હવે વધારીને રૂા. ૬૦ લાખ કરી દેવામાં આવી છે. આ જ રીતે એપેલેટ ટ્રિબ્‍યુનલમાં કેસ ચાલ્‍યા પછી ડિપાર્ટમેન્‍ટ હારી જાય અને ટેક્‍સની ડિમાન્‍ડ રૂા. ૨ કરોડથી વધારે હોય તો જ ડિપાર્ટમેન્‍ટ એપેલેટ ટ્રિબ્‍યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારી શકશે.

અગાઉ આ મર્યાદા રૂા. ૧ કરોડની હતી, તે હવે વધારીને રૂા. ૨ કરોડ કરવામાં આવી હોવાની ટેક્‍સેશનના એક્‍સપર્ટ પ્રમોદ પોપટનું કહેવું છે. ત્રીજું હાઈકોર્ટમાં ડિપાર્ટમેન્‍ટની વિરુદ્ધમાં ચૂકાદો આવે અને કરદાતા સામેની કરવેરાની ડિમાન્‍ડ રૂા. ૫ કરોડથી વધારે હોય તો જ ડિપાર્ટમેન્‍ટ હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કાર્ટમાં પડકારી શકશે.

સીબીડીટીના આ નિર્ણયને કારણે કરદાતાઓને મોટી રાહત મળશે. એકવાર ચૂકાદો આવી ગયો અને તેની વેરાની ડિમાન્‍ડ મુકરર કરેલી મર્યાદાથી ઓછી હશે તો તેનો કેસ ઉપલી અદાલતમાં જશે નહિ તેની તેને ખાતરી મળી જશે.

આમ સીબીડીટીનો આ નિર્ણય કરદાતાઓને મોટી રાહત આપનારો સાબિત થશે. (૨૨.૭)

ઉપલી અદાલતમાં જવા માટે વેરાની મર્યાદામાં કેટલો વધારો કર્યો

* ૬૦ લાખથી વધુ રકમની વેરાની ડિમાન્‍ડ હોય તો જ કમિશનર અપીલના ચૂકાદાને એપેટેલ ટ્રિબ્‍યુનલમાં ડિપાર્ટમેન્‍ટ પડકારી શકશે.

* બે કરોડથી વધુ રકમની આવકવેરાની ડિમાન્‍ડ હોય તો જ એપેલેટ ટ્રીબ્‍યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં ડિપાર્ટમન્‍ટ પડકારી શકશે.

*       હાઈકોર્ટમાં ડિપાર્ટમેન્‍ટ કેસ હારી જાય અને કરદાતા સામે રૂા. ૫ કરોડથી વધુની ટેક્‍સની ડિમાન્‍ડ હશે તો જ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચૂકાદાને ડિપાર્ટમેન્‍ટ પડકારી શકશે.

(9:44 AM IST)