તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
સાતમા ધોરણના ટેણિયાએ ઓનલાઇન ગેમમાં પાંચ લાખ રૂપિયા ઉડાડી માર્યા
પપ્પાના ખાતામાંથી ૨.૬૦ લાખ રૂપિયા અને મમ્મીના ખાતામાંથી ૨.૩૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા

લખનૌ,તા. ૨૦: મોબાઇલનું વળગણ શારીરિક-માનસિક રીતે તો નુકસાન કરે જ છે, પરંતુ લખનઉમાં તો એક પરિવાર માટે આર્થિક નુકસાનનું પણ કારણ બન્યો છે. બન્યું એવું કે લખનઉના સરકારી કર્મચારીના સાતમા ધોરણમાં ભણતા દીકરાને ઓનલાઇન ગેમ રમવાનો બહુ શોખ હતો. તે મમ્મી-પપ્પાના મોબાઇલમાં તો ક્યારેક કમ્પ્યુટરમાં ગેમ રમતો હતો. થોડા દિવસ પહેલાં તેને પ્રકાશ મહરાના નામના કોઈ માણસનો મેસેજ મળ્યો. નવાં સ્ટેજ પાર કરવા માટે ગેમિંગ આઇડી બનાવવા પ્રકાશે મેસેજ મોકલ્યો હતો. નવું આઇડી બનાવવાથી ઇનામો મળશે એવી લાલચ પણ આપી હતી એટલે કિશોરે આઇડી બનાવી નાખ્યું અને પ્રકાશ નામના તે માણસના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા લાગ્યો. ૨૪ ઓગસ્ટે પહેલી વાર કિશોરના ખાતામાં પ્રકાશે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પછીથી વિદ્યાર્થીએ ૨૪ ઓગસ્ટથી ચોથી સપ્ટેમ્બર સુધીમાં પપ્પાના ખાતામાંથી ૨.૬૦ લાખ રૂપિયા અને મમ્મીના ખાતામાંથી ૨.૩૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પરિવારે પોલીસ-ફરિયાદ નોંધાવી છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
