તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
iPhone 16નો આવો ક્રેઝ ? વેચાણ શરૂ થતાં જ ભીડ - મારામારી
ભારતમાં આજથી એપલના iPhone 16 સીરીઝનું વેંચાણ શરૂ થતાં જ ગ્રાહકો ઉમટી પડયા : મુંબઇ - દિલ્હીમાં ગઇકાલથી લાઇનો લાગી છે : ભીડને કાબુમાં લેવા સુરક્ષા કર્મીઓને પરસેવો વળી ગયો

મુંબઇ તા. ૨૦ : દિગ્ગજ ટેક કંપની Appleની iPhone 16 સિરીઝનું વેચાણ આજથી ભારતમાં શરૂ થઈ ગયું છે. કંપનીએ ૯ સપ્ટેમ્બરે વર્ષની તેની સૌથી મોટી ઇવેન્ટ ‘Its Glowtime’માં AI ફીચર્સ સાથે iPhone 16 સિરીઝ લોન્ચ કરી હતી. વેચાણ શરૂ થાય તે પહેલા જ મુંબઈના BKC સ્થિત સ્ટોરમાં લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.
એપલ સ્ટોર ખુલતા પહેલા જ લોકો વહેલી સવારે સ્ટોરની બહાર દોડતા જોવા મળ્યા હતા. આવો જ ક્રેઝ છેલ્લી વખત જયારે iPhone 15 લોન્ચ થયો ત્યારે પણ જોવા મળ્યો હતો.
તમે આ ફોનને Apple Store અથવા Croma, Reliance Digital, Vijay Sales જેવા સ્ટોર પર પ્રી-બુક કરી શકો છો. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈ અને દિલ્હી સ્થિત એપલ સ્ટોર્સમાં ભારે ભીડ જોવા મળી હતી. એટલી ભીડ હતી કે નાસભાગ મચી ગઈ હતી. સુરક્ષાકર્મીઓએ પરિસ્થિતિને સંભાળવી પડી હતી. તેનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે Apple BKC - મુંબઈનો છે. એપલ સ્ટોરની સામે સવારે લગભગ ૭ વાગે ભારે ભીડ જોવા મળી હતી. તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં iPhone 16 માટે કેટલો ક્રેઝ છે. ભીડને કાબૂમાં લેવા માટે સુરક્ષાકર્મીઓએ ચાર્જ સંભાળવો પડ્યો હતો.
ઉજ્જવલ શાહ નામના ગ્રાહકે જણાવ્યું હતું કે, ‘હું છેલ્લા ૨૧ કલાકથી કતારમાં ઉભો છું. હું ગઈકાલે સવારે ૧૧ વાગ્યાથી અહીં છું અને આજે સવારે ૮ વાગ્યે સ્ટોરમાં પ્રવેશનાર હું પહેલો વ્યક્તિ બનીશ. હું ખૂબ જ ઉત્સાહિત છું.' આજે... ‘આ ફોન માટે મુંબઈનો માહોલ અલગ છે... ગયા વર્ષે, હું ૧૭ કલાક કતારમાં ઉભો હતો.'
કંપનીએ iPhone 16 સીરીઝમાં ચાર નવા ફોન લોન્ચ કર્યા છે. આમાં તમને ડિઝાઇનથી લઈને ફીચર્સ સુધી ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળશે. જો કે, એક વસ્તુ એપલે આઇફોનના સમગ્ર ઇતિહાસમાં પ્રથમ વખત કરી છે. આ પહેલીવાર છે જયારે કંપનીએ જૂના આઇફોન કરતાં ઓછી કિંમતે નવો આઇફોન લોન્ચ કર્યો છે. ખાસ કરીને ભારતમાં આવું બન્યું છે. અગાઉ, કંપનીએ ગયા વર્ષની સમાન કિંમતે તેના ફોન લોન્ચ કર્યા હતા. એટલે કે ભાવમાં કોઈ વધારો થયો નથી, પરંતુ આ વખતે આખી રમત બદલાઈ ગઈ છે.
iPhone 16 અને iPhone 16 Plus પાંચ કલર વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જે અલ્ટ્રામરીન, ટીલ, પિંક, વ્હાઇટ અને બ્લેક છે. તેમાં 128GB, 256GB અને 512GB સ્ટોરેજનો વિકલ્પ છે. iPhone 16 ની શરૂઆતની કિંમત ૭૯,૯૦૦ રૂપિયા છે અને iPhone 16 Plusની શરૂઆતની કિંમત ૮૯,૯૦૦ રૂપિયા છે.
જયારે iPhone 16 Pro (128GB)ની શરૂઆતી કિંમત ૧,૧૯,૯૦૦ રૂપિયા છે. iPhone 16 Pro Max (256GB)ની શરૂઆતી કિંમત રૂ. ૧,૪૪,૯૦૦ છે. ફીચર્સની વાત કરીએ તો તમને iPhone 16માં ૬.૧-ઇંચની ડિસ્પ્લે અને iPhone 16 Plusમાં ૬.૭-ઇંચની ડિસ્પ્લે મળશે. સ્ક્રીનની બ્રાઇટનેસ ૨૦૦૦ Nits છે. આમાં તમારી પાસે કેમેરા કેપ્ચર બટન છે, જેની મદદથી તમે એક ક્લિકમાં કેમેરાને એક્સેસ કરી શકશો. આ સિવાય યુઝર્સ ફોટો પણ ક્લિક કરી શકશે.
iPhone ૧૬ સીરીઝમાં ખ્૧૮ ચિપસેટ આપવામાં આવી છે. કંપનીએ કહ્યું કે આ પ્રોસેસર માત્ર સ્માર્ટફોન સાથે જ નહીં પરંતુ ઘણા ડેસ્કટોપ સાથે પણ સ્પર્ધા કરી શકે છે. તેમાં એપલ ઈન્ટેલિજન્સનું ફીચર છે, જેની સાથે પ્રાઈવસીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
