તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
ઇઝરાયલ લાલઘૂમ લેબનાન પર રાતભર વરસાવ્યા બોમ્બ
ઇઝરાયલે ‘હમાસ' બાદ હવે હિઝબુલ્લાહને નેસ્તનાબુદ કરવા સોગંદ ખાધા :ઇઝરાયલના ફાઇટર જેટે કરેલા હુમલામાં હિઝબુલ્લાહના ૧૦૦૦ જેટલા રોકેટ બેરલ લોન્ચર ધ્વસ્ત

નવી દિલ્હી તા. ૨૦ : ઇઝરાયેલના વિસ્ફોટોથી લેબનોનમાં ખળભળાટ મચી ગયો છે. પેજર અને વોકી-ટોકીઝ, સોલાર પેનલ્સ, લેપટોપ અને રેડિયો સહિતના વિવિધ ઇલેક્ટ્રોનિક ઉપકરણોના વિસ્ફોટથી માત્ર લેબનોનમાં જ નહીં પરંતુ સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. આ દરમિયાન ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ ફરી એકવાર લેબેનોનમાં આતંક મચાવ્યો છે. ઇઝરાયલે હમાસ બાદ હિઝબુલ્લાહને નેસ્તનાબુદ કરવાના સોગંદ ખાધા છે. રાતભર બોંબ વરસાવ્યા હતા.
લેબનોનમાં થયેલા પ્રચંડ વિસ્ફોટો બાદ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહે પોતાના સંબોધનમાં ઈઝરાયેલની કાર્યવાહીને યુદ્ધની ઘોષણા ગણાવી હતી. પરંતુ જે સમયે નાસલ્લા રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતા તે સમયે ઇઝરાયેલ લેબનોન પર રોકેટ ફાયર કરી રહ્યું હતું.
ઇઝરાયલી દળો IDFએ દક્ષિણ લેબનોનમાં હિઝબોલ્લાહના સ્થાનોને નિશાન બનાવ્યા અને સેંકડો રોકેટ લોન્ચર બેરલનો નાશ કર્યો. હિઝબુલ્લાહ આ રોકેટ લોન્ચર્સનો ઉપયોગ ઈઝરાયેલના વિસ્તારમાં વિસ્ફોટો માટે કરવા જઈ રહ્યો હતો. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે અમારા ફાઈટર પ્લેન્સે ૧૦૦ રોકેટ લોન્ચર પર હુમલો કર્યો અને દરેક ૧,૦૦૦ બેરલ સાથે સંપૂર્ણ નાશ કર્યો.
લેબનોન પર વારંવાર થતા હુમલાની જવાબદારી હજુ સુધી ઇઝરાયલે લીધી નથી. લેબનોનમાં પેજર અને વોકી ટોકીઝમાં થયેલા વિસ્ફોટ અને ૩૫થી વધુ લોકોના મોત બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી ગયો છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે પહેલાથી જ તણાવ હતો, હવે લેબનોનમાં બનેલી ઘટનાઓએ આ તણાવ અનેકગણો વધારી દીધો છે. આ જ કારણ છે કે પરિસ્થિતિને જોતા, પ્રદેશની ઘણી એરલાઇન્સે તેમની ઘણી ફલાઇટ્સ રદ કરી છે જેથી કરીને કોઈપણ અપ્રિય પરિસ્થિતિને ટાળી શકાય.
લેબનોન અને સીરિયામાં ફૂટેલા પેજર્સ. બ્લાસ્ટ પહેલા થોડી સેકન્ડો માટે બીપનો અવાજ સંભળાયો હતો. કેટલાક પેજરના ખિસ્સામાં બ્લાસ્ટ થઈ ગયો જયારે કેટલાક લોકો બીપિંગનો અવાજ સાંભળીને તેમના ખિસ્સામાંથી અથવા બેગમાંથી પેજર કાઢતા જ બ્લાસ્ટ થઈ ગયા. ઘણા પેજર લોકોના હાથમાં ફૂટ્યા.
આ બ્લાસ્ટમાં એક નાની બાળકી સહિત ૧૨ લોકોના મોત થયા હતા. વિસ્ફોટના કારણે ૪૦૦૦ લોકો ગંભીર અથવા સાધારણ રીતે ઘાયલ થયા હતા. અનેક લોકોના હાથ-પગને નુકસાન થયું હતું. ૫૦૦ થી વધુ લોકોએ તેમની આંખો ગુમાવી હતી. બ્લાસ્ટમાં કોઈના ધડને નુકસાન થયું હતું તો કોઈના શરીરના નીચેના ભાગ ઉડી ગયા હતા.
લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાનીએ એક આંખ ગુમાવી દીધી હતી જયારે બીજી આંખને ખરાબ રીતે નુકસાન થયું હતું. માર્યા ગયેલા લોકોમાં લેબનીઝ સાંસદોના બાળકો અને હિઝબુલ્લાહ લડવૈયાઓના પરિવારો પણ વિસ્ફોટોનો ભોગ બન્યા હતા.
એ જ રીતે બુધવારે વોકી-ટોકીથી લઈને સોલાર પેનલ, લેપટોપ અને રેડિયો સુધીની દરેક વસ્તુ બ્લાસ્ટ થઈ હતી. આ હુમલામાં ૨૦ લોકોના મોત થયા હતા જયારે ઘાયલોની સંખ્યા ૪૫૦ હતી.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
