તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજના 40 વિદ્યાર્થીઓને છ મહિના માટે સસ્પેન્ડ
સસ્પેન્શન પછી તેમને કોલેજમાં પ્રવેશવાની મંજૂરી અપાશે પરંતુ હોસ્ટેલ અને હોસ્પિટલમાં પ્રવેશવાની મંજૂરી અપાશે નહીં

કોલકાતાના કલ્યાણીમાં એક સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલે 40 વિદ્યાર્થીઓને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. વિસ્તૃત કોલેજ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. મળતી માહિતી મુજબ કોલેજ ઓફ મેડિસિન અને જેએનએમ હોસ્પિટલે અન્ય વિદ્યાર્થીઓને ધમકાવવાના આરોપમાં આ કાર્યવાહી કરી છે.
પુરાવા અને વ્યક્તિગત વિદ્યાર્થીઓના નિવેદનોના આધારે વિસ્તૃત કોલેજ કાઉન્સિલે ગુરુવારે આ 40 વિદ્યાર્થીઓને હોસ્ટેલ હોસ્પિટલ અને કોલેજ કેમ્પસમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો હતો.
આ સસ્પેન્શન પછી આ 40 વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ હોસ્ટેલ અને હોસ્પિટલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેઓને માત્ર પરીક્ષામાં હાજર રહેવાની અને એન્ટિ-રેગિંગ સમિતિ અને આંતરિક ફરિયાદ સમિતિ અથવા કોઈપણ વિશેષ તપાસ સમિતિ દ્વારા તપાસનો સામનો કરવાની મંજૂરી આપવામાં આવશે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
