તા. ૩૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 20th September 2024
કમલા હેરિસના સમર્થનમાં મેદાને ઉતર્યા રાજા કૃષ્ણમૂર્તિ: ચૂંટણીમાં ગરમાવો
રાજા કૃષ્ણમૂર્તિ ભારતીય મૂળના અમેરિકન સાંસદ:તેમણે મિશિગનમાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસની તરફેણમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો

અમેરિકામાં 5 નવેમ્બરના રોજ યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસના પક્ષમાં ઉતરીને રાજા કૃષ્ણમૂર્તિએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. રાજા કૃષ્ણમૂર્તિ ભારતીય મૂળના અમેરિકન સાંસદ છે. હવે તેમણે મિશિગનમાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસની તરફેણમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. મિશિગનમાં ભારતીય અમેરિકન સમુદાયની વસ્તી ઘણી ઓછી હોવા છતાં, તેઓ ખૂબ જ નજીકથી લડાયેલી ચૂંટણીમાં મોટો તફાવત લાવી શકે છે.
કૃષ્ણમૂર્તિ ઇલિનોઇસના સાંસદ છે, તેમને રાજ્યની રાજધાની ડેટ્રોઇટમાં સપ્તાહાંત વિતાવ્યો હતો અને હેરિસના પક્ષમાં પ્રચાર કર્યો હતો. આ સમયગાળા દરમિયાન કૃષ્ણમૂર્તિએ મંદિર સહિત વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લીધી હતી. ક્રિષ્નામૂર્તિએ ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે, અમારા સમુદાયમાં પ્રથમ દક્ષિણ એશિયાના પ્રમુખ માટે ઉત્સાહ હોવો તે ખૂબ જ સ્વાભાવિક છે. હું કમલા હેરિસને સમર્થન આપવા માટે સમગ્ર દેશમાં અને સમગ્ર ઇલિનોઇસમાં પ્રવાસ કરવાનું ચાલુ રાખીશ. હું આગામી રાષ્ટ્રપતિને ચૂંટવા માટે દરેક સંભવિત સમર્થન આપી શકું છું.
ભારતીય મૂળના અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ દક્ષિણ એશિયાના પ્રભાવશાળી લોકોમાં સામેલ છે. ઇલિનોઇસ રાજ્યના શિકાગો શહેરથી પ્રકાશિત અમેરિકી પત્રિકામાં 50 સૌથી પ્રભાવશાળી લોકોમાં તેમને 24મું સ્થાન મળ્યું છે. તેઓ યુ.એસ.માં વિવિધ મુદ્દાઓની તપાસ કરવા માટે રચાયેલી પેટા સમિતિ હાઉસ ઓવરસાઇટના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમણે ઝુંબેશ ભંડોળમાં US$14.4 મિલિયન એકત્ર કર્યા છે, જે ઇલિનોઇસના કોઈપણ કોંગ્રેસના પ્રતિનિધિ કરતાં વધુ છે. તેઓ અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય સાંસદ છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
