<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

હરિયાણા ચૂંટણીઃ ભાજપે ર૦ અને કોંગ્રેસે ૭ મુખ્‍ય વાયદા કર્યા

ચંદીગઢ, તા. ર૦ : હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસે મેનીફેસ્‍ટો જાહેર કર્યા છે. ભાજપ દ્વારા તમામ વર્ગો અને ક્ષેત્રો માટે ર૦ સંકલ્‍પોને પ્રાધાન્‍ય આપ્‍યું છે. જયારે કોંગ્રેસે સાત મુખ્‍ય વાયદાઓ ઉપર જોર દીધું છે.

આ ઘોષણા પત્રમાં ભાજપ મહિલાઓને રૂા. ર૧૦૦ તથા કોંગ્રેસ રૂા. ર૦૦૦ પ્રતિમાસ આપશે. ખેડૂતો માટે ભાજપ ર૪ પાકની એમએસપી ચાલુ રાખવાની જયારે કોંગ્રેસે એમએસપીની કાયદાકીય ગેરન્‍ટીની જાહેરાત કરી છે. યુવાઓ માટે બંન્ને પક્ષોએ ર લાખ ખાલી સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો છે.  જયારે પેન્‍શન માટે ભાજપે નવી અને કોંગ્રેસે જુની યોજનાની અમલવારીની ઘોષણા કરી છે. સ્‍વાસ્‍થ્‍ય માટે ભાજપે ૧૦ લાખ અને કોંગ્રેસે રપ લાખ સુધીના મફત ઇલાજની જાહેરાત કરી છે. ભાજપ પ લાખ ઘર બનાવશે જયારે કોંગ્રેસ ગરીબોને પ્‍લોટ અને ઘર આપશે. ઉપરાંત બીજા મુદ્દાઓ ઉપર પણ બન્ને પક્ષોએ જાહેરાત કરી છે.

(1:28 PM IST)