તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
રોકાણકારોની સંપત્તિમાં ૬ લાખ કરોડનો વધારો
શેરબજારમાં જાણે કે દિવાળી : સેન્સેકસ ૧૩૦૦ અપ : સેન્સેકસ ઇન્ટ્રા-ડે ૮૪૫૧૫ : નીફટી ૨૫૮૦૬ના ઓલ ટાઇમ હાઇ પર

મુંબઇ, તા.૨૦: આજે ભારતીય શેરબજારોની મજબૂત શરૂઆત બાદ સેન્સેક્સ-નિફ્ટી નવા શિખરો પર જોવા મળ્યા હતા. બીએસઈ ઈન્ડેક્સ સેન્સેક્સ શુક્રવારે શરૂઆતના સોદામાં ૮૪,૦૦૦ પોઈન્ટના રેકોર્ડ સ્તરને પાર કરી ગયો હતો. નિફ્ટી પણ તેની નવી વિક્રમી સપાટીને સ્પર્શ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ચાર વર્ષથી વધુ સમય બાદ વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવતા વૈશ્વિક બજારોમાં ઉછાળાની સાથે સાથે સ્થાનિક બજારમાં પણ તેજી આવી છે.
આજે ઇન્ટ્રા-ડે સેન્સેકસ ૮૪૫૧૫ તો નીફટી ૨૫૮૦૬ના શિખરે જોવા મળ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં ૬ લાખ કરોડનો વધારો થયો છે. તમામ સેકટર ગ્રીન ઝોનમાં છે. મેટલ એ સૌથી વધુ ખરીદી છે.
આ લખાય છે ત્યારે ૨.૪૫ કલાકે સેન્સેકસ ૭૭૧ પોઇન્ટ વધીને ૮૩૯૫૬ તથા નીફટી ૨૭૫ વધીને ૨૫૬૯૧ ઉપર ટ્રેડ કરે છે.
દિવસના ટોચથી નીફટી - સેન્સેકસ પાછા ફર્યા છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
