તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
ઉત્તર જમ્મુમાં બે દિગ્ગજો વચ્ચે મુકાબલો

જમ્મુ તા. ર૦: કાશ્મીરમાં વિધાનસભા ચુંટણીનો પહેલો તબકકો પુરો થઇ ગયો છે અને બધાનું ધ્યાન હવે બાકીના બે તબકકાઓ પર છે. જમ્મુ જીલ્લાની સૌથી હાઇપ્રોફાઇલ બેઠકોમાંથી એક જમ્મુ ઉત્તરની બેઠક બે નેતાઓની ટક્કરની સાક્ષી બનવા જઇ રહી છે, જેમને આ બેઠક પર સ્થળાંતર કરવું પડયું કેમકે તેમની મૂળ બેઠક અનામત જાહેર થઇ છે.
આ બેઠક પર બે બ્રાહ્મણો ભાજપાના શામલાલ શર્મા અને નેશનલ કોન્ફરન્સના અજય સડોત્રા સમસામે છે. આ બન્ને ઉમેદવારો પ્રધાન રહી ચૂકયા છે અનેક્રમશઃ અખનૂર અને મઢ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂકયા છે. વિધાનસભા બેઠકોનું પરિસ્મિન થયા પછી અખનૂર અને મઢ બેઠકો એસટી ઉમેદવારો માટે અનામત જાહેર થતા બન્ને ઉમેદવારોને તેમની સંબંધિત પાર્ટીએ જમ્મુ ઉત્તર બેઠક પર લડવા આદેશ આપ્યો છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા પછી ભાજપાની ટીકીટ પર શામલાલ શર્માની આ પહેલી ચુંટણી છે. તેમનું કદ અને ભૂતકાળમાં તેમના દ્વારા કરાયેલ કામોના કારણે તેમના માટે આ એક સુરક્ષિત બેઠક માનવામાં આવે છે.
તો સડોત્રા માટે આ બેઠક પર ચુંટણી લડવી એ નવો અનુભવ રહેશે કેમકે અહીંથી તેઓ કયારેય ચુંટણી નથી લડયા સડોત્રા માટે એક માત્ર ફાયદો એ છે કે તેઓ આ બેઠક પરથી નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર છે અને કોંગ્રેસ આ વખતે તેમનું સંપૂર્ણ સમર્થન કરી રહી છે. આ સિવાય પણ ૧પ ઉમેદવારો છે આ બેઠક પર પણ કાં તો તેઓ નબળા છે, અથવા આ બેઠક પર નવા છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
